________________ કે “જીવનભર છઠ્ઠના પારણે છઠ્ઠ કરવા, સાધુ–વૈયાવચ્ચ કરવી. પારણને અવસર હોય અને ત્યાં વૈયાવચ્ચની તક આવી મળે, તો પારણું પછી, અને સેવા–વૈયાવચ્ચ પહેલાં કરવી.” એણે સંસારત્યાગ કરી ચારિત્ર લીધું. સંયમ–તપ-સાધુસેવાનું જીવન ચાલુ થઈ ગયું. અવસરે છઠ્ઠનું પારણું ય " ઊભું રાખે છે, પણ સાધુ–સેવા પહેલી ઉપાડી લે છે. નંદીપેણની દેવપરીક્ષા : ઈન્દ્ર દેવસભામાં નંદીષેણ મહામુનિના વૈયાવચ્ચ ગુણની અને સત્ત્વની પ્રશંસા કરે છે કે “આજ કાલ પૃથ્વી ઉપર નંદીષેણ મહામુનિ કાયમ છડું છઠ્ઠની તપસ્યા સાથે સાધુ– વૈયાવચ્ચ કરવાની ટેક, ને ટેક પાળવાનું સત્વ એવું ધરાવે છે કે એમને માટે દેવતા પણ એમાંથી ચલાયમાન ન કરી શકે!” ઇન્દ્રની પ્રશંસા ઉપર એક દેવતા મુનિના સત્ત્વનું પારખું કરવા આવ્યો. મુનિને આજે છઠ્ઠનું પારણું છે, અને "ગોચરી લાવીને મુનિ પારણું કરવા બેસવા જાય છે, ત્યાં બરાબર એ જ સમયે દેવતા મુનિનું રૂપ કરી બહારથી રાડ પાડતા આવે છે, “કયાં ગયો પેલો વૈયાવચી નંદીપેણ મુનિ?” મહામુનિ તરત ઊભા થઈ ગયા, એટલે દેવમુનિ આગળ આવીને એમને કહે - આ ગામના નાકે બિમાર સાધુ પડેલા છે, ને તું અહીં પિટ ભરવા બેઠો છે? શરમ નથી આવતી? લે જુઓ આ માટે વૈયાવચ્ચી!” મહાત્મા નંદીષેણ આવા તીખાં વચન પર જરાય ગુરસે નથી લાવતા, ઊલટું ઉપકાર માને છે, કહે છે “મને ખબર નહિ ભાઈસાબ ! તમારે ઉપકાર માનું છે. તમે સારું કર્યું મને ખબર આપી. ત્યાં મારે પારણાની