________________ શરીરે સંયમસાધના સાથે એક લાખ વરસ સુધી માસખમણને પારણે મા ખમણ, એમ કુલ 11 લાખ 80 હજાર મા ખમણ સાથે વીસસ્થાનકની આરાધના કરેલી ! એથી તીર્થકરપણાની સમૃદ્ધિ પામ્યા હતા. સંપત્તિ એ ધર્મનું ફળ છે. કાર્તિક શેઠ : કાર્તિક શેઠ સમકિતધારી, રાજાના આગ્રહથી એના માથે એક મિથ્યાદષ્ટિ તાપસને પીરસવાનું આવ્યું તો એટલા માત્રથી એ વૈરાગ્ય પામી ગયા ! ગૃહસ્થપણે શ્રાવકના દ્વાદશ વ્રત, ત્યાગ, તપસ્યા, જિનભક્તિ, સાધુસેવા, ઉપરાંત શ્રાવકની 11 પડિમાનું વહન સો વાર કરેલું ! આવા ઊંચી કોટિના ધર્મ કરનારા છતાં એથી સંતોષ ન થયો તે મિથ્યા ગુરુના સન્માન કરવા પડ્યાના દુઃખથી સીધે ચારિત્રધર્મ સાધવા નીકળી પડ્યા! ઉચ્ચ કોટિને અહિંસા-સંયમ–તપ અને શાસ્ત્ર-સ્વાધ્યાયધર્મની સાધના કરી, તો અત્યારે સૌધર્મ દેવલોકના ઈન્દ્રપણાની સંપત્તિ ભેગવી રહ્યા છે! સંપત્તિ એ ધર્મનું ફળ છે. સુદર્શન શેઠને પૂર્વભવ : સુદર્શન શેઠ પૂર્વ ભવમાં ઢેરા ચારનારા નોકર ! એણે ઊંઘ સિવાય સતત માત્ર “નમે અરિહંતાણં પદની એકધારી ૨ટણને ધર્મ સાધેલ. તે ઠેઠ નદીમાં તરી જવા ઊંચેથી ઝંપો મારતાં પેટમાં લાકડાનો ખૂટે પેટ ફાડીને અંદર પેસી જવા છતાં, મોત આવ્યું ત્યાંસુધી, “નમો અરિહંતાણુંની રટણાને ધમ ચાલુ રાખ્યો ! તો મરીને પિતાના જ સમૃદ્ધ શ્રીમંત અહંદુદાસ શેઠના લાડિલા દીકરા સુદર્શન તરીકે જન્મી અપાર સંપત્તિ પામ્યા! અને એજ ભવમાં ભારે કસેટીમાં