________________ 262 તર્કશુદ્ધ ખંડન કર્યું, અને વિશુદ્ધ મુનિમાર્ગની જ્યપતાકા લિહેરાવી, ત્યાં આ સંવાદ સાંભળવા એકત્રિત થયેલા લોકેના ટોળાએ આદ્રકુમાર મહર્ષિના જયજયકારને મોટો કલરવ મચાવી દીધો ! અને લોકે મહર્ષિની મુક્ત કંઠે ભારે પ્રશંસા કરી રહ્યા છે. - આ જોતાં, પેલા મારી નાખવા માટે તાપસોએ બાંધી રાખેલા હાથીને શું થયું તે શ્રી સૂયગડાંગ સૂત્રના ટીકાકાર મહષિ કહી રહ્યા છે કે સર્વાગ સુલક્ષણ-સંપન્ન તે નૂતન વન–હસ્તિને આ બધું જોઈ એવા પ્રકારને વિવેક પ્રગટડ્યો કે એ ચિતવે છે કે, હાથીની વિશિષ્ટ ભાવનાઃ બંધન તૂટરચાં - અહો ! આ આદ્રકુમાર મહષિએ બધા જ ઈતર ધર્મવાળા વાદીઓને ખંડન કરી એમને ચૂપ કરી દીધા ! અને હવે “નિપ્રયુહ” યાને સર્વ વાદીઓના વિદનથી રહિત બની સર્વજ્ઞ મહાવીર ભગવાનના ચરણે વંદન કરવા જઈ રહ્યા છે! તે જે હું પણ આ સાંકળોના બંધનથી મુક્ત થાઉં તે આ 500 ચેરેને પ્રતિબંધ કરી સાથે લઈ ચાલનારા, તથા પ્રતિબંધિત કરેલા અનેક વાદીગણથી પરિવરેલા, આ આ. કુમાર મહર્ષિની પાસે જઈ પરમભક્તિથી એમને વંદન કરુ.” એ હાથીને જ્યાં આ ઉત્કટ ભાવનાને સંકલ્પ થયો, ત્યાં જ એના શરીરમાં એટલું બધું અદ્ભુત જેમ પ્રગટ્ય કે એણે સાંકળોના બંધનના ભૂકકે ભૂક્કા બોલાવી દીધા ! તટાફ તટાકુ કરતાંસર્વ બંધને તૂટી ગયા ! હાથી મુક્ત થઈ ગયે. જ્ઞાની ભગવંતે આ જ કહે છે -