________________ 161 કેટલાય ત્રસ જીવોની હિંસા તો કરે જ છે. તથા એ રાખી મૂકેલા માંસમાં અસંખ્ય સૂક્ષ્મ કીટ ઉત્પન્ન થયા કરે એની ય હિંસા રેજ રે જ કરે છે. જ્યાં તમારે ધર્મ અહિંસાવાળે રો? આ હિંસામય ધર્મ ઉપદેશના શું સર્વસ છે? કે એ અવિવેકી અનાર્ય જેવા છે? જીવનની પવિત્રતા પવિત્ર અધ્યવસાય પર આધારિત છે. તેથી સમજી લો કે, આ “હસ્તિતાપસ” માર્ગ જે ઉપદેશે તે અસત્ કર્મ કરનાર–કરાવનાર હોવાથી અનાર્ય છે. તે સર્વજ્ઞતા તો નહિ, પરંતુ સામાન્ય પણ સમ્યજ્ઞાને ય ધરાવતા નથી. અતિ સંકિલષ્ટ પરિણામથી હાથીને ઘાત કર્યા પછી પણ રેજ ને રોજ એનું માંસ પકાવવા માટે અગ્નિ પાણી વગેરે કેટલાય સ્થાવર જંગમ અસંખ્ય જીવોને નાશ પણ કરતા હોય છે. આ હિંસા તો એ હાથીની હિંસાને ઉપદેશ કરનારાઓએ તો બિચારાઓએ જોઈ જ નથી. તેમજ 42 દોષરહિત નિર્દોષ માધુકરી ભિક્ષાને સાધુ–માર્ગ પણ એમની કલ્પનામાં નથી. તેથી જ મહાઅજ્ઞાન અને મહામૂઢતાથી આવે અનાર્ય માર્ગ ઉપદેશે છે. તેથી હે તાપસ ! આ મહા અજ્ઞાનતા અને મૂઢતાભર્યો તમારે તાપસમાર્ગ મૂકે, અને મહાવીર ભગવાનનો મહા સજ્ઞાનતાભર્યો નિર્દોષ મુનિમાર્ગ પકડવા ભગવાનનું શરણું લો.” . મહર્ષિની ઇતરે દ્વારા પ્રશંસા : બસ, એમ કહી તાપને નિરૂત્તર કરી, મહર્ષિ મોટા પરિવાર સાથે ભગવાન પાસે જવા ચાલી નીકળે છે. આમ જ્યાં આદ્રકુમાર મહર્ષિએ “હસ્તિનાપસ માર્ગ”નું બિલકુલ 11.