________________ 156 મહાય સ્વાહા” પિતૃમહાય સ્વાહા, “મારે સ્વાહા, “પિતરે સ્વાહા”...વગરે બેલતે જાય, એમાં એકેક અંગ કાપતી વખતે, પેલી દૂધી સમારવાના પરિણામ કરતા, એના દિલને પરિણામ કેટલા બધા કર–કઠોર અને નિર્દય હેાય ? એમ અહીં ધાન્ય પકાવે અથવા શાકભાજી સુધારે એમાં દિલના એવા કૂર પરિણામ ન થાય.જે જીવતા હાથીને મારવામાં થાય. ભલેને ધાન્યના દાણા સેંકડો છે, છતાં દિલમાં કૂર પરિણામ નહિ; જ્યારે હાથી એકજ જીવ છે, છતાં એને મારી નાખવામાં અત્યંત ક્રૂર પરિણામ છે, અતિસંકિલષ્ટ અધ્યવસાય છે. આ ફરક પડવાનું કારણ આ છે, કે ધાન્યના દાણાને તપાવતાં કચરતાં એ જીવમાં વ્યક્ત ત્રાસ નથી દેખાતે, ત્યારે હાથીને મારી નાખવાનું કરતાં એને વ્યક્ત ત્રાસતરફડવું દેખાય છે. એટલે જ પંચેન્દ્રિય જીવમાં મરતી વખતે ત્રાસ-તરફડવું પ્રગટ દેખાવા છતાં મારવાનો પ્રયત્ન કરવામાં મારનારને દિલમાં અતિકૂર પરિણામ લાવવા જ પડે છે. ત્યારે એ હકીકત છે, કે જીવને કર્મ બંધાય તે દિલના પરિણામ–અધ્યવસાયને આધારે બંધાય છે. અધિક સંકિલષ્ટ પરિણામે અધિક ચીકણાં પાપકર્મ બંધાય. તેમજ, એ મરનાર જીવને અધિક ત્રાસમાં એ જીવના પિતાના દિલમાં પણ અધિક સંક્લેશ થવાથી એ પણ ચીકણાં પાપકર્મ - બાંધે છે. આમ, પંચેન્દ્રિય જીવ સંખ્યામાં ભલે એક, પરંતુ એની હિંસામાં મારનાર–મરનાર બંનેને ફળ ભયંકર !