________________ 127 વાહ! તમે યથાવસ્થિત પદાર્થ જ્ઞાન મેળવ્યું ! તેમજ નિવ પિંડ કે તુંબડું માનીને જીવતા જાગતા પુરુષ યા છોકરાને . હણી નાખવામાં ને શેકી માંસ ખાઈ જવામાં નિષ્પાપતા, તથા જીવને કર્મવિપાક સારો કો! આવા પ્રકારના તમારા વિજ્ઞાનથી તમારે યશ પૂર્વ– પશ્ચિમના સમુદ્રતટ સુધી વ્યાપી ગયે! એટલું જ નહિ, પણ આવા તમારા વિજ્ઞાનથી તો તમે સમસ્ત લેકને જાણે હાથમાં રહેલાં આમળાની જેમ દેખી લીધે! વાહ ! કે તમારે મહાન વિજ્ઞાનાતિશય કે ખાળપિંડ અને પુરુષ વચ્ચે ભેદ, તથા તુંબડા અને બાળક વચ્ચે ભેદ-તફાવત જાણનાર ન જાણનારને પાપકર્મ લાગવા ન લાગવાનું કલ્પી લીધું !" અહીં એક પ્રશ્ન થાય, પ્ર - આકુમાર મહર્ષિએ પિતે સૌમ્ય સ્વભાવના છતાં આ કટાક્ષ કેમ માર્યો? ઉ– કહો, એટલા જ માટે કે એથી સામાને સદુબુદ્ધિ સૂઝે તો ભલું ભલું; બાકી તો બૌદ્ધમતમાં આ કટાક્ષમાંની એકે એક વાતથી વિપરીત જ સ્થિતિ છે. ખેાળ પિંડમાં પુરુષ વગેરેની કલ્પનામાં જરાય યથાર્થ પદાર્થનું. વિજ્ઞાન નથી, ઉલટું સરાસર મિથ્યાજ્ઞાન છે. એમ પુરુષને એમજ ઉપલકથી પિંડ માની વીંધવામાં તથા શેકવામાં અને માંસ ખાઈ જવામાં કશું પાપ ન લાગવાની માન્યતા પણ સારી સાક્ષરી નહિ; કિન્ત રાક્ષસી માન્યતા છે. આવા અત્યન્ત ભ્રમભર્યા મિથ્યાજ્ઞાનથી જગતમાં યશ નહિ, પણ અપશય જ ફેલાય તેમજ પુરુષ–બાળક ને પિંડ–તુંબડું