________________ 113 ઉપર શિથિલાચારીને આરોપ ચડાવે છે!, એમાં ખરેખર તમારી અજ્ઞાન દશાનું જ પ્રતિબિંબ છે. ગશાળકની બે અજ્ઞાનતા : (1) “એક અજ્ઞાન દશા આ, કે સ્વતઃ કુમાર્ગનું પ્રવર્તન કરી રહ્યા છે. (2) બીજી અજ્ઞાનદશા આ, કે મોટા ઈન્દ્રો સહિત જગતને વંદનીય તથા ચોત્રીસ અનન્ય અતિશથી અલંકૃત અને સર્વ અતિશયેના નિધાનભૂત એવા ભગવાનને પણ ઈતર દર્શનકારેની હરોળમાં મૂકે છે!” બસ, આદ્રકુમાર મહર્ષિની આ સમ્યફ તક ભરેલી વાણું આગળ હવે ગોશાળકને કશું બોલવા જેવું રહ્યું નહિ. પિતાની બધી દલીલો અને કુતર્ક-કુદષ્ટા તેનું ખંડન થઈ ગયું, તેથી ગોશાળક નિરુત્તર બની ગયે.