________________ 112 આમ ભવ્ય છે કેમ ધર્માભિમુખ બને, એ માટે સમવસરણ બનાવે, એ બનાવવાનું ભવ્ય છે માટે થયું ગણાય, પણ પ્રભુ માટે નહિ. એટલે પ્રભુને લેશ પણ આધાકર્મિક સેવનને દોષ લાગતો નથી. વળી દેવે પણ પિતાને પ્રવચન–પ્રભાવનાને આત્મ–લાભ થાય એ માટે જ સમવસરણ બનાવે છે, એથી પણ પ્રભુ માટે બનાવવાની વાત જ રહેતી નથી. આમ પ્રભુને આધાર્મિક-ઉપગ જ નથી, તેથી પ્રભુને કમને લેપ શાને લાગે? “વળી પ્રભુ જે આધાર્મિક સેવતા જ નથી, તે પ્રભુ શિથિલાચારી શાના કહેવાય? પ્રભુ અગાધ કરુણવાળા: “ઊલટું એમ કહે, કે પ્રભુનાં સમવસરણથી આકર્ષાઈ ત્યાં એકત્રિત થયેલા જીને ધર્મ—દેશના સંભળાવી ધર્મ પમાડવાની મહાન કરુણા કરનારા છે, તેથી પ્રભુ તે જગતના કરુણાપાત્ર જીવને - ધર્મ વિના સંસારમાં ભટકી રહેલા અને સંસારની દુઃખરૂપ ભઠ્ઠીમાં શેકાઈ રહેલા એ પામર સાંસારિક જીને પ્રભુ ધર્મ આપી સંસારમાંથી એમને ઉદ્ધાર કરવાની અનન્ય અગાધ કરુણા કરી રહ્યા છે! “આમ, (1) એકમાત્ર પરમાર્થભૂત ધર્મમાં સુવ્યવસ્થિત, અને કર્મક્ષયમાં કારણભૂત ભગવાનને વાણિયાની સમાન ગણાવે છે! તેમજ (2) તમારા જેવા વાદીઓ સામે એક બીકણ વાદી જેવા ગણે છે! તથા (3) પૃથ્વીકાયાદિ હિંસા વગેરે શિથિલાચારમાં પડેલા તમે જાતને બદલે પ્રભુના