________________ તે કાચિક પ્રવૃત્તિ હો, યા વાચિક પ્રવૃત્તિરૂપ છે, યા માનસિક પણ વિચારણારૂપી પ્રવૃત્તિ હે, એની નિંદા–દુર્ગછા કરનાર આ માર્ગ છે. તેથી આ માર્ગવાળા સંયમી સપુ રુષ કેઈ પુરુષની નિંદા નથી કરતા; માત્ર અપાયવાળા સાવદ્ય અનુષ્ઠાનની નિંદા કરે છે. એટલે જ એવા પરમ સંયમી અને રાગદ્વેષ રહિત મહાવીરપ્રભુ વસ્તુ–સ્વરૂપનું પ્રકાશન કરે, સાવદ્ય-નિરવદને વિવેક બતાવે, એમાં કેઈ નિંદા નથી, અને એ પણ જે નિંદા હોય તો “અગ્નિ ઉષ્ણ છે, જલ શીત છે; ઝેર ભારનારું છે....” એવું વસ્તુ–સ્વરૂપ કહેવું એ પણ નિંદારૂપ થશે ! તેથી તો કેઈએ કશું વસ્તુ સ્વરૂપ કહેવું જ નહિ એવું ઠરશે ! કેમકે એ નિંદરૂપ થાય, અને નિંદા તે કરાય જ નહિ! ત્યારે હકીકતમાં તે કઈ પણ વસ્તુસ્વરૂપનાં કથનને કિઈ નિંદા માનતું નથી, માટે ત્રિભુવનના પદાર્થના યથાર્થ સ્વરૂપને કહેનારા મહાવીર પ્રભુ નિંદક નથી ઠરતા.” આદ્રકુમાર મહર્ષિનું આ સચોટ યુક્તિ-યુક્ત નિરૂપણ, અને એમાં મિથ્યાદર્શનનું યુક્તિ-સિદ્ધ ખંડન ગોશાળક કેમ સહન કરી શકે? તેમજ એનું ખંડન કરવા અને સ્વમતનું સ્થાપન કરવા પોતાની પાસે દલીલ નથી, યુક્તિઓ નથી, એટલે ખંડન પણ શી રીતે કરી શકે? પરંતુ ગોશાલક મહામિથ્યાત્વ અને મિથ્યા અભિનિવેશની અસર નીચે હાઈ હજી પણ એને મહાવીરપ્રભુને હલકા ચીતરવા છે, તેથી હવે એ જુદે રસ્તો લે છે.