________________ 254 એમ તિર્યંચગતિના પણ દરવાજા બંધ થાય, ને સારી માનવગતિ–દેવગતિની સદ્ગતિ મળે. એ તે હવે આ તમારા જ કરેલાં કર્મ છે, ને એ ભેગવ્યા વિના છૂટકો જ નથી. એમ સમજી ચિત્તમાં શાંતિ રાખે, ને ભાવના રાખો કે ક્યારે આ નરકમાંથી છૂટી મનુષ્ય થાઉં! અને સ્વેચ્છાથી સંયમ– તપ–ધર્મનાં ભારે ભારે કષ્ટ ઉઠાવું! વર્તમાનમાં બીજા ઉપર કષાય કરશે નહિ, અરિહંત ભગવાન આદિ ચારનાં શરણ પકડે. અરિહંતને નજર સામે રાખ્યા કરે.” એટલે જ આ વારેવારે યાદ કરવા જેવું સૂત્ર છે કે, પરભવે મારી કાયાને પરમધામી શું કચરતા હતા? હું જ અહીં ભગવાને ફરમાવેલા ત્યાગ-તપ-સંયમ પરીસહ વગેરેથી મારી કાયાને કચરી નાખીશ.” વિચારે પેલા નરકમાં પડેલા મેટા ભાઈના બેલ કહે છે,-એ પૂર્વની મારી કાયાને હવે કચડી નાખ.” પણ શું વળે કચડી નાખે? છતાં આ પિતાની કાયાને કચડવાનું - ભાન ક્યારે આવ્યું? પછીના જનમમાં નરકનાં ભયંકર કષ્ટ વેઠવાનાં આવ્યાં ત્યારે! બાકી પહેલાં ના ભાઈ ધર્મ કરવા કહેતે હતા ત્યારે ધ્યાન પર એ લીધું જ નહિ. ભવ હાથમાં હતું ત્યારે ધર્મનાં કષ્ટ સૂઝયા નહિ; અને - હવે નરકની કારમી વેદના વખતે ધર્મનાં કષ્ટ સૂઝે છે, ત્યારે એ ભવ હાથમાં નથી ! કેવી કમનસીબી ! એટલે જ આચાર્ય મહારાજ અહીં કહી રહ્યા છે કે હે પાપી જીવ આ જીવન ચંચળ છે, તે તું કેમ બોધ -પામતે નથી?