________________ ધમને બોધ લાગશે. પાપને પસ્તાવો થશે. તે એ બધ. લાગવાથી એને કાંઈક પણ ચિત્તમાં સમાધિ રહેશે.” બસ, દેવ ગયે ત્રીજી પાતાલમાં નરકાવાસમાં મોટા ભાઈ પાસે, અને પિતાની ઓળખ આપી પૂર્વ ભવની આખી સ્થિતિ યાદ દેવડાવી અને કહ્યું, “જુઓ ભાઈ! આ તમે. પૂર્વે ધર્મનાં કષ્ટ ઉપાડ્યા નહિ, તે આ નરકમાં તમારે. કેવા અતિ ભયંકર કષ્ટ વેઠવાનાં આવ્યા ?" ત્યારે એ નરકમાં પડેલો શશીપ્રભ રાજા બંધ પામી, કહે છે, ભાઈ તમે જાઓ એ પૂર્વ ભવના નગરમાં, અને હવે. એ મારા શરીરને સારી રીતે કષ્ટ આપી કચડે, જેથી મારા આ દુઃખ જાય. મેં મૂર્ખાએ ત્યાગ-તપ-સંયમ વગેરે ધર્મથી મારી કાયાને ન કચડી, પણ હવે હું તમને કહું છું કે હવે. તમે જઈને મારી દુષ્ટ કાયાને કચડો. તે આ મારાં જાલિમ. કષ્ટ મી.” દેવતા કહે “ભાઈ ! હવે એ ક્યાંથી કચડાય? કેમકે તમારા મર્યા પછી તે પાછળવાળાઓએ તમારી કાયાને બાળી, ફેકી નાખી અને કદાચ માને કે એ કાયા પડી ય રહી હોય, પરંતુ એમાંથી તમારે આત્મા નીકળી ગયો. એટલે એકાયાને બીજા ગમે તેટલી કચરે, તેથી તમને કશે લાભ નહિ. મર્યા પછી કાયા કચ શું વળે? એ તે જીવતા. જીવે આત્મા પિતે પિતાની ઇચ્છાથી ત્યાગ-તપ–પરીસહ, વગેરે ધર્મ-કષ્ટોથી પિતાની કાયાને કચરે, તે જ એના. મોટા ઇનામમાં નરગતિના દરવાજા બંધ થાય