________________
૮૪ શ્રી જેન હિતોપદેશ ભાગ ૨ જે માની લે છે. અને દ્વેષ અંધ પણ ગુણને દોષજ માની લે છે.. વિવેક શુન્યપણે રાગાદિક કરતાં ઉલટુ વિપરીત પરિણમજ આવે છે, માટે જ જ્ઞાની પુરૂષે પરીક્ષા પૂર્વકજ સગુણના રાગી થવાનું ફરમાવે છે, જેથી સકળ દોષને અનુક્રમે દૂર કરીને સગુણ સંપન્ન થવાય છે.
૧૩. સત્યવાદી–જેને અસત્ય અહિત અપ્રિય ભાષણ હલાહલ ઝેર જેવું લાગે છે, અને સત્ય, હિત અને પ્રિય વચન અમૃત જેવું મિષ્ટ લાગે છે તેજ પરમાર્થથી સત્યવાદી થઈ શકે છે. તે સત્યની ખાતર પ્રાણ પાથરશે.
૧૪. સુપક્ષ-જેનાં સગા સંબંધી નિર્મળ બુદ્ધિનાં, માયાળુ, ધર્મશીળ અને ટેકીલાં હોય તેમજ બીજાને પણ તેવાંજ થવા પ્રેરણા કરતા હોય તે સુપક્ષ (સમથ પક્ષ-બળવાળા) હોવાથી સર્વ કાર્યમાં ફતેહમંદ નીવડે છે.
૧૫. દીર્ઘદશી–કંઈપણ કાર્ય સહસા નહિ કરતાં તેનું ભાવી પરિણામ વિચારીને વિવેકથી કરવા એગ્ય કાર્ય કરે તે દીર્ઘદશી સમયજ્ઞ કહેવાય છે.
૧૬. વિશેષજ્ઞ–જે ખરૂં સ્વહિત શું છે અને તે શી રીતે સાધ્ય થઈ શકે છે એ તથા ગુણદોષ, લાભાલાભ, હિતાહિત, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને સારી રીતે સમજીને બીજાને સમજાવી શકે તે વિશેષજ્ઞ ગણાય છે.
૧૭. વૃદ્ધાનુગત-શિષ્ટ સદાચારી સત્પના પગલે ચાલનાર પોતે પણ અનુક્રમે સત્ ચારિત્રના પરિશીલનથી સારી પંક્તિમાં આવી શકે છે.