________________
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૨ જો,
પામ્યા
પોતાની સ્વાભાવિક કડવાશને તજી મીઠી થઈ શકી નહિ, તેમ કોઈ પણ પાત્રતા માટે પૂરતા પ્રયત્ન કરીને પાત્રતા વિના ઉત્કૃષ્ટ કરણી વડે પોતાનામાં જડ ઘાલીને રહેલા એવા કામ ક્રોધાદિક અથવા રાગદ્વેષાદિક દોષોને કદાપિ દૂર કરી શકે જ નહિ. માટે મનની શુદ્ધિ કરવાના અર્થીજનાએ અંતરના મેલ સાફ કરવાને પ્રથમ ક્ષુદ્રતાદિક દોષોનુ વિરેચન કરીને ચાગ્યતા મેળવવાની અતિ આવશ્યકતા છે. અને એમ સાવધાનતા– પૂર્વેક ઉપાય કરવાથી અંતે સમતા જેવા શ્રેષ્ટ રસાયણથી ચિત્ત શુદ્ધિ સહજમાં સાધ્ય થઈ શકે છે.
७०
જેમ નિર્મળ વસ્ત્રઉપર જોઇએ એવા રંગ ચઢી શકે છે, અને ઘટારી મઠારીને સાફ કરેલી ભીંતા ઉપર આબેહુબ ચિત્રામણ ઉઠી શકે છે તેમ નિર્મળ ચિત્તવાળાને શુદ્ધ ધર્મની યથાર્થ પ્રાપ્તિ થઈ શકે છે.
જેમ નિર્મળ આદર્શમાં વસ્તુનુ' યથાર્થ પ્રતિબિ' પડે છે તેમ શુદ્ધ-નિર્દેષ ચિત્તમાં પણ શુદ્ધ તત્ત્વ ધર્મનુ' યથાર્થ સ’કમણુ થઈ શકેછે.
જેમ નિપુણ વૈદ્ય રોગીને પ્રથમ વિરેચનાદિકથી અંતરશુદ્ધિ કરવાનુજ કમાવે છે, તેમ સદ્ગુરૂ પણ શુદ્ધ ધર્માથી જનાને પ્રથમ મનના મેલજ સાફ કરી લેવાની ભલામણ કરે છે, અને ખરૂ' હિતુ પણ એમજ સ*ભવે છે.