________________
૫૦ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ એ.
સ્વાતિ નક્ષત્રનું જળ જેમ પાત્રતા પ્રમાણે જુદાં જુદાં ફળ આપે છે, તેમ ગમે તેવું સારું દ્રવ્ય પણ પાત્રતાના પ્રમા
માંજ ફળીભૂત થાય છે. માટે જ પાત્રાપાત્ર સંબંધી વિચાર પ્ર. થમ કર્તવ્ય છે. સુપાત્ર દાનથી શાળીભદ્રની પેરે વિશાળ ભેગ પામી પછી સ્વર્ગ યા મેલનાં સુખ પ્રાપ્ત થાય છે. અરે તેની અનુમોદના માત્રથી મૃગલા જેવાં મુગ્ધ પ્રાણુ પણ સાક્ષાત્ દાતારની પેરે સ્વર્ગ ગતિ પામે છે. તે પછી પરમ પ્રેમ પૂર્વક પવિત્ર ચારિત્રપાત્ર સાધુજનેને જે સદા ઉલ્લસિત ભાવે દાન દે છે, અને અન્ય દેનારની અનુમોદના કરે છે તેમનું તે કહેવું જ શું? તેતે તેમના પવિત્ર આશયથી અક્ષય સુખનાજ અધિકારી થાય છે. તેથી શાસ્ત્રકારે ગ્યજ કહ્યું છે કે હે ભવ્યતમે અનેક ગુણનિધાન સ્વર્ગ મેક્ષદાયક સકલ સુખકારક, પાપ ઓઘ નિવાક, સ્વપર હિતદાયી, અને સર્વ સંતોષકારી એવું અક્ષય સુખહેતુક દાન નિગ્રંથ મુનિને સદા આપે.
२५ जरुर जणाय त्यांज जिनालय जयणाथी
કેઈક ભાગ્યશાળી ભવ્યનું જ દ્રવ્ય જયણાથી જિનાલયમાં વપરાય છે.
નવું જિનાલય કરવા કરતાં જાનું સમરાવવામાં સામાન્ય રીતે આઠ ગણું ફળ શાસ્ત્રકારો કહે છે. શુદ્ધ સમજથી તે તે કરતાં અનંતગણું ફળ મળે છે.