________________
૪૦ - શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જો,
ઘર ધણીયે આપ્યાં છતાં જે તે તે વસ્તુ સચેત (સજીવ) અથવા અચેત (નિવ) નહિ થયેલી એવી મિશ્ર છતી લઈ વાપરવામાં આવે છે તે લેનાર અને વાપરનાર સાધુને જીવઅદત્ત લાગે છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને પ્રધાન કરીને પ્રવર્તતી એવી પ્રભુ આજ્ઞાને પ્રમાણે કરવાને બદલે સ્વચ્છેદપણે વ્યવહાર ચલાવવાથી આપખુદ વર્તનથી તીર્થંકર અદત્ત લાગે છે.
તેમજ ગીતાર્થ ગુરૂ મહારાજની તેવીજ હિતકારી આજ્ઞાને અવગણી આપમતે ચાલનાર સાધુને ગુરુ અદત્ત લાગે છે.
અદત્તનું સ્વરુપ સમ્યમ્ વિચારીને જે ભવભીરુ ને તેનાથી અલગ રહેશે તે સ્વર્ગદિકની સંપદાને સાક્ષાત્ પામી અંતે અવિચળ સુખના અધિકારી થાશે.
१९ ब्रह्मचर्य- सेवन कर. દેવતા, મનુષ્ય અને તિર્યંચ સંબંધી વિષયભોગોથી વિરમીને સહજ સંતેષધારી, ધર્મધ્યાનમાં નિમગ્ન રહેવું તેનું નામ બ્રહ્મચર્ય છે. " મનથી પણ ઉક્ત વિષને નહિ ઈચ્છવારૂપ મહાવત મુસુક્ષ પુરુષને હોય છે, અને યથાસંભવ સામાન્યપણે તે તે વ્રત ગૃહસ્થ શ્રાવકને પણ હોય છે. મુનિમાં સ્થૂલભદ્રાદિકનાં અને ગ્રહસ્થામાં વિજય શેઠ અને વિજય શેઠાણી તથા સુદર્શન શેઠ વિગેરેનાં તેમજ અનેક સતા અને સતીઓનાં દષ્ટાન્ત જગ
જાહેર છે.
અનાદિની વિષયવાસના ભાગ્યયોગે સર્વથા અથવા અંશ