________________
૧૮ અદત્તને ત્યાગ કર,
૩૯
१८ अदत्तनो त्याग कर. સાક્ષાત્ અન્યાયથી દાવપેચ કરીને પરાઈ વસ્તુ છીનવી લેવી, તેમ કરવા બીજાને ઉશ્કેરણી કરવી, તેને સહાય આપવી, જાણી જોઈને ચેરાઈ વસ્તુ લેવી, થાપણ એળવવી, અને વિશ્વાસઘાત કરે એ બધા ચેરીના પેટામાં આવી જાય છે. એમ સમજીને દક્ષ, નીતિવંત અને દયાળુ શ્રાવકે તેનાથી બીલકુલ દૂર જ રહેવું આ દસ પ્રાણ ઉપરાંત પિસાને લેકે અગીયારમે પ્રાણ લેખે છે તે એવા પ્રાણપ્રિય દ્રવ્યનું અપહરણ કરનાર માણસ પરાયા પ્રાણના હરણ કરનાર કરતાં પણ અધિક પાતકી ઠરે છે, અને તેથી તે આલોકમાં પ્રત્યક્ષ વધ બંધનાદિક પામીને પરભવમાં નરકને અધિકારી થાય છે.
| મુમુક્ષુ સાધુને તે એથી પણ અધિક બારીકીથી અદત્તને ત્યાગ દરવાને છે. તેને તે મનથી પણ અદત્ત લેવાને સપ્ત નિષેધ કહે છે.
સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થંકર અદત્ત, અને ગુરૂ - અદત્ત એમ ચાર પ્રકારનું અદત્ત સર્વથા તજી સાધુને મહાવ્રત પાળવાનું છે. તેમાં જેટલે જેટલો અનાદર કરાય છે તેટલું તેટલું મહાવ્રત દૂષિત થતું જાય છે. તેથી તેનું સ્વરૂપ યથાર્થ સમજીને સુસાધુ જનેએ અદત્તથી સર્વથા દૂર રહેવા યત્નવંત રહેવાની અવશ્ય જરૂર છે.
આહાર, પાણી, ઔષધ, ભેષજ; વસ્ત્ર, પાર, અને રહેઠાણ વિગેરે તેના ધણીની રજા શિવાય લઈ વાપરવાથી સ્વામી અદત્ત લાગે છે.