________________
પણ તે સહજ રીતે સમજમાં આવી શકે તેમ છે. પછી વૈરાગ્ય સાર અને ઉપદેશ રહસ્ય એ નામના વિષયમાં વિરાગ્ય અને ઉ. પદેશમય બાબતને સારે સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી આધ્યાત્મિક વિષયની પુષ્ટીકારક અધ્યાત્મ ગીતા, સંયમ, બત્રીસી અને ક્ષમા છત્રીશીકઠીન શબ્દની કુટનેટ સાથે આપી ગ્રંથની સમાણી કરવામાં આવી છે.
દરેક જૈનશાળાના બાળકને કમસર વાંચનમાળા ચલાવવાની આવશ્યકતા આપણી કોન્ફરન્સ તરફથી જે સ્વીકારવામાં આવી છે તે વાંચનમાળાની ગરજ આ પુસ્તકને પહેલેથી કમસર અને ભ્યાસ કરવાથી કેટલાક અંશે સરશે એમ અમારૂં નિષ્પક્ષપાત. પણે માનવું છે. તેથી તેને ઘટતે ઉપગ કરવા અમે સહુ સજજનેને સાગ્રહ વિજ્ઞપ્તિ કરીએ છીએ. - આ ગ્રંથની પ્રથમાવૃત્તિની દેઢ હજાર નકલ છતાં છ માસમાં તે ખપી જવાથી આ બીજી આવૃત્તિ છપાવવાની અમારે જરૂર પડે છે. ઘણીજ ટુંક મુદતમાં પુસ્તકની મેટા જથામાં માગણી થવી એ પુસ્તકની મહત્વતા પ્રગટ દર્શાવે છે. આ ગ્રંથ ભારતવર્ષીય સર્વ મતાનુયાયી જનોને અત્યંત ઉપયોગી થઈ પડે છે તે તેની પ્રથમ આવૃત્તિ ઉપરથી જણાઈ આવેલ છે.
- પૂજ્ય મુનિશ્રીના પ્રયાસ માટે અમે અંતઃકરણથી આભાર માનવા સાથે ઉક્ત ગ્રંથરત્નને લાભ લે તેઓ સાહેબના પરિ. શ્રમને સર્વ ભવ્યાત્માઓ સાર્થક કરે એમ ઇચછી અત્ર વિરમીએ છીએ.
આ ગ્રંથ છપાવવાને આશ્રયદાતા, સદ્ગતને અંતઃકરણથી આભાર માની તેમનું અનુકરણ કરવા અન્ય ધનિકોને નઐવિજ્ઞપ્તી કરીએ છીએ. ઈતિશમ લી. પ્રસિદ્ધ કર્તા