________________
૧૩૬
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૩ જો
ણીને અન્ય વિનીત વર્ગને પરમાર્થ દાવે પઢાવનારા ઉપાધ્યાય મહારાજા, તથા પવિત્ર રત્નત્રયીના પાલન પુર્વક અન્ય આત્માશ્રી જનાને યથાશકિત આલ'ખન આપનારા મુનિરાજ મહારાજા, સર્વોત્તમ લેાકાત્તર માર્ગના સેવનથી પૂર્વેત પરમાત્મ પદના પૂર્ણ અધિકારી હોવાથી અનુક્રમે પરમાત્મપદ્મ પામીને સપૂર્ણ સિદ્ધરૂપ થાય છે. (૮૮) જે
સ`સારીક સુખ સ'ચાગાની અનિયંતા વિચા રીને સંસારના સર્વ સંબધથી વિરક્ત થઈ ઉદાસીન ભાવ ધારણ કરી પરમાત્મ પથને અનુસરવા કટિબદ્ધ થઈ સ્વસ્વભાવમાં સ્થિત થઈ સિદ્ધ પરમાત્માને અભેદ ભાવે ધ્યાવે છે તેએ સ દુઃખખ ધનને છેદીને નિશ્ચે સિદ્ધ દશાને પ્રાપ્ત થાય છે.
(૮૯) એવા મહાપુરૂષોના સમાગમ મેક્ષાથી જીવાને પરમ આશીવાદરૂપ છે એમ સમજીને સર્વ પ્રમાદ તજી સત્સમાગમને અનતા લાભ લેવા ચુકવુ નહિ, એવા સસમાગમથી ક્ષણ વારમાં અપૂર્વ લાભ સપાદન થાય છે.
(૯૦) જેમનું મન સસમાગમ વડે જ્ઞાન વૈરાગ્યમાં તર ાળ રહે છે તેમનું સુખ તેએજ જાણે છે. પ્રિયાના આલિગનથી કે ચંદનના રસથી જેવી શીતળતા વળતી નથી એવી શીતળતા વૈરાગ્ય રસની લ્હેરીયાથી પ્રભવે છે. જેમ વૈરાગ્ય રસની વૃદ્ધિ થાય તેમ પ્રયત્ન કરવા જરૂરના છે.
( ૯૧ ) વૈરાગ્ય રસથી અનાદિ કાળને રાગાદિકના તાપ ઉપશમે છે, તૃષ્ણા શાંત થાય છે, અને મમત્વભાવ દૂર થાય છે, યાવત્ માહનુ જોર નરમ પડે છે અને ચારિત્રમાર્ગની પુષ્ટિ થાય છે.