________________
વૈરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય
૧૩ કષાયની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે. એમ સમજીને રાગદ્વેષનેજ અંત કરવા ઉજમાળ થવું યુકત છે. તે બંનેને અંત થયે પૂર્વોકત ચારે કષાયને સ્વતઃ અંત થઈ જાય છે.
(૬૮) રાગદ્વેષ એ બંને મહથકી પ્રભવે છે, તેથી તે બંને મેહનાજ પુત્ર તરીકે ઓળખાય છે, રાગને કેસરી સિંહ જે. બળવાન કહ્યો છે. અને દ્વેષને મદેન્મત્ત હાથી જે મસ્ત માન્ય છે. તેથી તેમને જય કરવા જ્ઞાની પુરૂષે મોટા સામર્થ્યની જરૂર જોવે છે.
(૬૯) રાગ અને દ્વેષ કેવળ મેહનાજ વિકારભૂત હેવાથી, જ્ઞાની પુરૂષે મેહને જ મારવાનું નિશાન તાકે છે. મેહ સર્વ કર્મમાં અગ્રેસર છે.
(૭૦) મોહને ક્ષય થયે છતે શેષ સર્વ પરિવાર પણ સ્વતઃ ક્ષય થાય છે. પણ તેની પ્રબળતા વડે સર્વ શેષ પરિવારનું પણ પ્રાબલ્ય વધતું જાય છે. દુનીયામાં બળવાનમાં બળવાન શત્રુ મેહજ છે.
(૭૧) કામ, ક્રોધ, મદ મત્સરાદિક સર્વ મોહનાજ પરિવાર છે, એમ સમજીને મહું ક્ષયાથએ તે સર્વથી ચેતતા રહેવાની ખાસ જરૂર છે.
(૭૨) હું અને મહારૂં એવા ગુપ્ત મંત્રથી મેહે જગતને આંધળું કરી નાંખ્યું છે. અર્થાત્ મમતાથી જ મેહની વૃદ્ધિ થતી જાય છે.
(૭૩) નહિ હું અને નહિ મારૂં એ મેહને જ મારવાને ગુપ્ત મંત્ર છે. અર્થાત્ નિમલતાજ મેહને મારવાનું પ્રબળ સાધન છે.
.