________________
૧૨૬
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૩ જો,
દ્રષ્ટ નષ્ટ થયે દેખાય છે; એવા પ્રત્યક્ષ કતુકવાળા બનાવ દેખ્યા બાદ ખીજા ઈંદ્રજાળનું શું પ્રયેાજન છે? આ પાત્ર યુક્ત વિચિત્ર નાટકરુપજ છે.
સંસારજ અનેક
(૨૫) કર્મનું વિચિત્રપણું' તે જાવા ? કે માટે રાજાધિરાજ પણ દૈવ ચેગે ભીખ માગતા દેખાય છે; અને એક પામર ભીખારી જેવા મોટુ સામ્રાજ્ય સુખ પામે છે. એ કૃત કર્મનાજ મહિમા છે.
(૨૬) પરલાક જતાં પ્રાણીને પુત્રાદિક સતતી તેમજ લ ક્ષ્મી વિગેરે કામે આવતાં નથી, ફકત પુણ્યને પાપજ તેની સાથે જાય છે.
(૨૭) માડુના મદથી માનવી મનમાં ધારે છે કે, ધમ તે આગળ કરાશે. પણ વિકરાળ કાળ અચાનક આવીને તે ખાપડાના કાળીયા કરી જાય છે. પવિત્ર ધર્મનું આરાધન કરવામાં પ્રમાદ સેવનાર ખરેખર ઠગાઇ જાય છે, માટેજ ક્યું છે કે કાલે કરવુ હાય તે આજે કર અને આજે કરવુ હોય તે અબઘડીએ કર.’ કેમકે કાલને કાળના ભય છે.
(૨૮) રાવણ જેવા રાજવી, હનુમાન જેવા વીર અને રામચંદ્ર જેવા ન્યાયીને પણ કાળ કાળીયા કરી ગયા તા ખીજાતુ તા કહેવુ'જ શુ? આથીજ કાળ સભક્ષી કહેવાય છે, એ વાત સત્ય છે.
(૨૯) સુકૃત યા સદાચરણ વિના માયામય અધનાથી મ ધાયેલા સ’સારી જીવાની મુકિત-મોક્ષ શી રીતે થઈ શકે વારૂ? (૩૦) આ મનુષ્ય જન્મરૂપી ચિતામણી રત્ન પામીને, જે ગફલત કરે છે, તે તેને ગુમાવીને પાછળથી પસ્તાવા કરે છે.