________________
૧૨૪
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જે. ' (૧૩) સ્વાધ્યાયરૂપી ઉત્તમ સંગીત યુક્ત, સતેષરૂપી શ્રેષ્ઠ પુષ્પથી મંડિત, સમ્યમ્ જ્ઞાન વિલાસરૂપી ઉત્તમ મંડપમાં રહી શુભ ધ્યાન શય્યાને સેવી, તત્ત્વાર્થ બોધરૂપી દીપકને પ્રગટી, અને સમતારૂપી શ્રેષ્ઠ સ્ત્રીની સાથે રમણ કરી કેવલ નિણિ સુખના અભિલાષી મહાશયેજ રાત્રીને સમાધિમાં ગાળે છે.
(૧૪) શુદ્ધ ધ્યાનરૂપી મહા રસાયણમાં જેનું મન મગ્ન થયું છે. તેને કામિનીને કટાક્ષ વગેરે વિવિધ હાવભાવે શું કરનાર છે?
(૧૫) સમ્યમ્ જ્ઞાનરૂપી જેને ઉડા મૂળ છે, રામક્તિરૂપી જેની મજબૂત શાખા છે, એવા વ્રત-વૃક્ષને જેણે શ્રદ્ધાજળથી સિંચ્યું છે તે તેને અવશ્ય મોક્ષફળ આપે છે. સ્વાદિકના સુખ તે પુષ્પાદિકની પેરે પ્રાસંગિક છે, તેને સહજમાં પ્રાપ્ત થઈ શકે છે. . (૧૬) કાધાદિક ઉગ્ર કષાયરૂપી ચાર ચરણવાળા, વ્યાહરૂપી સૂંઢવાળા, રાગ દ્વેષરૂપી તીક્ષણ દીર્ધ દાંતવાળા અને દુ
ર કામથી મદોન્મત્ત થયેલા, મહા મિથ્યાત્વરૂપી દુષ્ટ ગજને સમ્યમ્ જ્ઞાન–અંકુશના પ્રભાવથી જેણે વશ કર્યો છે, તે મહાનુભાવેજ ત્રણે લેકને સ્વવશ કર્યા છે એમ જાણવું.
(૧૭) યશકીર્તિને માટે પિતાનું સર્વસ્વ આપીદે એવા, અને પિતાના સ્વામીને માટે પ્રાણ પણ આપીદે એવા, બહુ જ મળી આવશે, પણ શમિત્ર ઉપર જેમનું મન સમરસ (સરખું) વર્તે છે એવા તે કઈ વિરલાજ દેખાય છે.
(૧૮) જેનું હદય દયા છે, વચન સત્યભૂષિત છે, અને