________________
વૈરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય - ૧૨૩ કામાંધજને પ્રેમઉકિત તરીકે લેખે છે. વિવેકી હંસે તેથી ઇગાઈ જતા નથી.
(૭) જ્યાં સુધી આહારની લેપતા તજી નથી, સિદ્ધાં. તના અર્થરૂપી મહિષધિનું સમ્યગૂ સેવન કર્યું નથી, અને અન્ય ધ્યાત્મ અમૃતનું વિધિવત્ પાન કર્યું નથી, ત્યાં સુધી વિષય જવરનું જોર જોઈએ તેવું ઘટતું નથી. વિષય તાપની શાંતિ માટે રસલ્યના ત્યાગ પૂર્વક સિદ્ધાંતસાર ચૂર્ણ તથા તવામૃતનું સમ્યગ સેવન કરવું જ જોઈએ.
(૮) ભરયાવન વયમાં કામને જય કરનાર ધન્ય ધન્ય છે.
(૯જેણે જાણી જોઈને કામિનીને તજી છે, અને સંયમશ્રીને સેવી છે, એવા સુવિવેકી સાધુને કુપિત થયેલે પણ કામ કંઈ કરી શકતા નથી.
(૧૦) પ્રિયાને દેખતાંજ કામવરની પરવશતાથી સંયમ– સવ ક્ષીણ થઈ જાય છે, પણ નરકગતિના વિપાક સાંભરતાં જ તત્વવિચાર પ્રગટ થવાથી ગમે તેવી હાલી વલ્લભા પણ વિખ જેવી ભાસે છે.
(૧૧) જેમણે વન વયમાં પવિત્ર ધમ ધુરાને ધારી - હાવતે અંગીકાર કર્યા છે, તેવા ભાગ્યશાળી ભવ્યથી જ આ પૃથ્વી પાવન થયેલી છે.
(૧૨) કામદેવના બંધુભૂત વસંતને પામીને સકળ વનરાજી પણ વિવિધ વર્ણવાળી માંજરના મિષથી રોમાંચિત થયેલી લાગે છે, તેમાં સિદ્ધાંતના સારનું સતત સેવન કરવાથી, જેમનું મન વિષય તાપથી લગારે તપ્ત થતું નથી, એવા સંત સુસાધુ જનેને જ ધન્ય છે..