________________
ઉપસંહાર तत्सातीर्थ्यभृतां नयादि विजय प्राज्ञोत्तमानां शिशोः॥ श्रीमन् न्याय विशारदस्य कृतिनामेषाकृतिःप्रीतये॥१७॥
૧૭. જ્ઞાનદર્શન અને ચારિત્રાદિક ગુણેના સમૂહથી નિર્મલ અને ઉન્નતિના સ્થાનરૂપ શ્રી વિજ્યદેવ સૂરિના ગચ્છમાં પ્રાણ શ્રી જિતવિજયજી શ્રેષ્ઠ ઉન્નતિને પામ્યા. તેમના ગુરૂભાઈ શ્રી નય વિજયજી પંડિતમાં શ્રેષ્ઠ થયા. તેમના શિષ્ય શ્રીમન ન્યાય વિશારદ બિરૂદના ધરનાર શ્રી યશોવિજયજીની આ રચના પંડિત લેકેની પ્રીતિને અર્થે થાઓ! વિવિધ ગુણ વિશાળ એવા તપગચ્છમાં થયેલા પંડિત શ્રી નવિજયજીના શિષ્ય શ્રી યશેવિજયજીએ આ જ્ઞાનસાર સૂત્રની રચના કીધી છે. આ ગ્રંથમાં શાન્ત રસનીજ પ્રધાનતા હોવાથી તે રસજ્ઞ પંડિતેને અભીષ્ટજ થશે. કેમકે સર્વ રસમાં પ્રધાનરસ શાન્તરસ જ છે અને તે રસની સિદ્ધિથી જ આત્મા નિરૂપાધિક સુખ પામી શકે છે.
આ અપૂર્વ અને અતિશય ગંભીર ગ્રંથનું સ્વરૂપ નિરૂપણ કરતાં જે કંઈ પુણ્યાર્જન થયું હોય તેથી અમને તથા શ્રેતા જનને પવિત્ર શાન્ત રસની પુષ્ટિ થાઓ ! તથાસ્તુ.! શુભસ્થાત્ સર્વ ભૂતાનામ.
શ્રી કલ્યાણ મહતુ.