________________
૧૧૪
શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ જો,
૧-૫. અક્ષય અને અવ્યાબાધ એવું મોક્ષસુખ મેળવી આપનાર શ્રેષ્ઠ જ્ઞાનસંપન્ન કેણું થઈ શકે છે? તેનું સમાધાન કરે છે. જે સર્વથા ઉપાધિ મુક્ત થઈ સહજ ગુણસંપત્તિને જ સાર લેખી તેને જ ગ્રહે છે, તેમાં જ મગ્ન થાય છે, તેમાં જ સ્થિરતા કરે છે, ઇતર કઈ વસ્તુમાં મુંઝાતું નથી, બીજા સં. કલ્પ-વિકલ૫ કરતેજ નથી પણ શાન્ત ચિત્તથી સ્વભાવમાંજ રમે છે, મન અને ઈક્રિયા ઉપર જેણે જય મેળવ્યું છે પણ તેમને પરાધીન થઈ રહેતું નથી, બાહોભાવને જેણે ત્યાગ કર્યો છે, અને અંતરભાવ જેને જાગૃત થયેલ છે, તેની જ પુષ્ટિ માટે જે પ્રયત્ન કરે છે પણ બીજી નકામી બાબતમાં રાચતું નથી, સહજ સંતેવી છે, એટલે જેણે વિષયાદિ તૃષ્ણને છેદી છે, જે જગતથી ત્યારે જ રહે છે, તેમાં લેપાત નથી, જે કેઈની આશા રાખતું નથી, કેવળ નિહ થઈ રહે છે, જે સારાસારને સારી રીતે સમજે છે અને સમજીને અસારના પરિવાર પૂર્વક સાર માર્ગને સંગ્રહે છે, સુખ દુઃખમાં સમદશી છે, તેમાં હર્ષ વિષાદ કરતેજ નથી, જે ભય તજ નિર્ભયપણે સ્વ-ઈષ્ટ સાધે છે, જે કદાપિ -લાઘા કે પરનિન્દા કરતેજ નથી જે તદષ્ટિ છેવાથી વસ્તુને વસ્તુગતજ જાણે-જોવે છે, જે ઘટમાંજ સકલ સમૃદ્ધિ રહેલી માને છે, જે કર્મનું સ્વરૂપ યથાર્થ સમજીને શુભાશુભ કર્મના ઉદયમાં સામ્ય (સમતા) ધારે છે, પણ મનમાં તે સંબંધી સંક૯પ-વિકલ્પ કરતું નથી, વળી જે આ ભવ-સમુદ્રથી ઉદ્વિગ્ન છો તેને વેગે પાર પામવા માટે નિત્ય પ્રમાદ