________________
૧૧ર
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૩ જે. નિત્ય” એ કથન વિશેષિત હોવાથી પ્રમાણપ છે. તેમજ
સ્થાત્ અનિત્ય' એવું કથન પણ પ્રમાણભૂતજ છે. કેમકે દરેક વસ્તુ દ્રવ્યપણે નિત્ય છે પણ પર્યાયપણે તે અનિત્ય છે, જેમ આત્મા દ્રવ્યપણે નિત્ય છે પણ મનુષ્યાદિ પર્યાયપણે અનિત્ય છે. એમ પ્રત્યેક વસ્તુ કથંચિત્ નિત્યાનિત્ય હોઈ શકે છે. એ પ્રમા
જ સર્વ નયનું રહસ્ય સમજવાનું છે. તાત્પર્ય કે એકલે-નિપક્ષ નય પ્રમાણ પણ નથી તેમ અપ્રમાણ પણ નથી. પણ બીજા નયની અપેક્ષાવાળે–સાપેક્ષ નયજ પ્રમાણભૂત થાય છે માટે જ સર્વ નયાશ્રિતતા શ્રેષ્ઠ છે.
૪ સર્વ નયજ્ઞ પિતે સાપેક્ષદષ્ટિ હોવાથી તટસ્થ રહિ શકે છે, અથવા અન્ય જનેનું સમાધાન કરી શકવાથી ઉપકારી નીવડે છે. પણ પૃથક-એકાંત-નિરપેક્ષ નયમાં આગ્રહવંતને તે અહંકારજન્ય પીડા અથવા ભારે કલેશ જ પેદા થાય છે, કેમકે તેવા કદાગ્રહીને સ્વપક્ષનું ખંડન કરવાને અને પરપક્ષનું ખંડન કરવાને સહજ ગર્વ અવે છે અને તેમ કરવા જતાં સહેજે કલેશ વધે છે. એવુ કિલષ્ટ પરિણામ સાપેક્ષદષ્ટિ એવા સર્વ નયજ્ઞને કદાપિ આવવાને સંભવ નથી. સ્વપરહિત પણ એમજ સાધી શકાય છે. માટે સર્વ નયજ્ઞતાજ શ્રેષ્ઠ છે.
પ. સર્વ નયજ્ઞને જ ધર્મચર્ચાથી ઘણો લાભ લઈ શકે છે. બાકી બીજાને તે શુષ્કવાદ કે વિવાદથી લાભને બદલે ઉલટો તે (ગેરલાભ) જ થાય છે.
૬. જેમણે સર્વ નયાશ્રિત ધર્મ પ્રકા છે અને તે જેમને અંતરમાં પરિણમ્યું છે તેમને અમારે વારંવાર પ્રણામ છે.. સત્ય-સાપેક્ષ કથક અને કારક એ ઉભયની બલિહારી છે.