________________
૧૨
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૩ જો
(આસન જય કરવા નિયમ વિશેષ ) એ માહ્ય તપના છ પ્રકાર છે. વિવેકી આત્મા બાહ્યતપ સાધનવડે અન્ય તર તપની અધિક અધિક પોષણા કરતાજ રહે છે.
૨. ઇક્રિયા અને મન દોરી જાય તેમ દારાવારૂપ ખાલજીવાની અનુસ્રોત વૃત્તિ તો સર્વને સુખસાધ્ય છે, પણ તેમને જય કરી સામાપૂરે ચાલવા જેવી જ્ઞાની પુરૂષાની પ્રતિસ્રાત વૃત્તિજ પરમ તપરૂપ છે. પ્રથમની વૃત્તિ શીખવી પડતી નથી અને બીજી તેા ખાસ શીખવી પડે છે.
૩. જેમ ધનના અર્થીને શીત તાપ વિગેરે સહેવા કઠીન પડતા નથી, તેમ તત્ત્વજ્ઞાનના અર્થી એવા ભવવાસથી વિમુખ જીવાને પણ તે સહેવા સુલભ થઇ પડે છે.
૪. કલ્યાણુ સાધવાના શ્રેષ્ઠ ઉપાયમાં લાગેલા તત્ત્વજ્ઞાની તપસ્વીને તેમાં મિઠારા ઉપજવાથી નિરતર આનની વૃદ્ધિજ થતી જાય છે. નિત્ય ચઢતે પરિણામે સદુપાયદ્વારા તે આત્મ કલ્યાણને સાધે છે. વિવેકીને તપ સુખ રૂપજ છે.
૫. આથી સિદ્ધ થાય છે કે “ દુઃખરૂપ હાવાથી તપ કરવા વ્યર્થ છે એમ ઈચ્છનાર બાધ લેાકેાની મતિ મારી ગઇ છે ” કેમકે તપથી તેા દુઃખને બદલે સહજ આનંદની વૃદ્ધિ ચાય છે. માટે એવા કાયર અને સ્વચ્છંદી સુખ શીલજનાના વચન સાંભલી મહા માઁગલ મય તપમાં મદ આદર ન થવુ. યથાશક્તિ ઉભય તપમાં અવશ્ય ઉદ્યમ કરવા.
૬. જે તપ કરતાં, બ્રહ્મચર્યની ગુપ્તિ ( શીલ સ‘રક્ષણ ); વીતરાગની ભક્તિ, તથા કષાયની શાન્તિ સુખે સધાય છે, તેમજ જિનેશ્વર પ્રભુની પવિત્ર આજ્ઞાનું પ્રતિપાલન થાય છે, તેનુ