________________
૨૦૨
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જ,
૪. વલી આઠે મદના ત્યાગ કરવારૂપ અષ્ટમંગળ ને તું આગવું સ્થાપન કર. તથા જ્ઞાન-અગ્નિમાં શુભ અધ્યવસાયરૂપ કૃષ્ણગરૂને ધુપ કર.
૫. શુદ્ધ ધર્મરૂપી અગ્નિવડે અશુદ્ધ ધમરૂપી લુણ ઉતારીને દેદીપ્યમાન વિદ્યાસરૂપી આરતી ઉતારે. એટલે સરગવૃત્તિ તજી વીતરાગ વૃત્તિ ધારા-ધારવાના ખપી થાઓ. સરાગદશાએ અશુદ્ધ ધર્મ છે. અને વિતરાગદશા એ શુદ્ધ આત્મધર્મ છે. માટે અશુદ્ધ આત્મદશાને તજી શુદ્ધ આત્મદશાના કામી થાઓ.
૬. શુદ્ધ આત્મ-અનુભવરૂપ દેદીપ્યમાન મંગલદીવાને તમે પ્રભુની આગળ સ્થાપિ, અને ચેગાસેવન રૂપ નૃત્ય કરતાં સુસંયમરૂપ વિવિધ વાત્ર બજાવે. અર્થાત્ સદબુદ્ધિથી તત્વ પરીક્ષા કરી શુદ્ધ અનુભવ જગાવે, અને તેમ કરી પ્રમાદ વે. કરીને દુર તજી સાવધાન થઈ શુદ્ધ સંયમનું સેવન કરવા પ્રવૃત્તિ થાઓ. રત્નત્રયીનું પાલન કરે.
૭. આ પ્રમાણે સત્ય-ઘટાવાદને કરનારા ઉલ્લસિત મનવાળા, -ભાવ પૂજામાં મગ્ન થયેલા મહાપુરૂષને મહદય સુલભ છે. તાપર્યકે શ્રીવીતરાગ વચનાનુસારે વર્તી સત્ય પ્રરૂપણ કરનારા પ્રસન્ન ચિત્તવાલા સારિક પુરૂજ પરમાત્મા પ્રભુની પવિત્ર આજ્ઞાના અખંડ પાલનરૂપ ભાવપૂજાના પૂર્ણ અધિકારી હોવાથી રમપદને સુખેથી પામી શકે છે, પણ સ્વચ્છેદચારી, કલુષિત મનવાલા, કાયર માણસો કંઈ પામી શકતા નથી, એમ સમજી પરમપદના અર્થીએ સ્વછંદ-ચારિતા, કઠુષતા, તથા કાયરતા, પરિહરી, શાસ્ત્ર પરતંત્રતા, કષાયરહિતતા, તથા અપ્રમત્તતા અવશ્ય આદરવા ખપી થવું.