________________
શ્રી જેન હિતેપદેશ ભાગ ૩ જે,
જરૂર છે. રવાનુભવી પણ પરમાત્મતત્વને યથાર્થ જાણતાં છતાં પિતેજ જાણીને વિરમે છે. તે પદાર્થ અતીન્દ્રિય લેવાથી સ્વાનુ ભવ વિના શ્રેતાના ગ્રાહ્યમાં આવતું નથી–આવી શક્તિ નથી. સ્વાનુભવ થયે તે સેહજ યથાર્થપણે સમજી શકાય છે.
૫. કેટલાક પંડિતની ક૯પના કડછી, શાસ્ત્ર-ક્ષીરમાં ફરી, છતાં તેઓ અનુભવ-આભ વિના તેને સ્વાદ મેળવી શક્યા નહિં. અનુભવજ્ઞાન પ્રગટ થયેજ સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રને યથાર્થ સ્વાદ ચાખી શકાય છે.
૬. અદ્વિતીય અનુભવ જાગ્યા વિના લિપીવાળી, વાણીવાળી, અને મનવાળી રુપિષ્ટિથી અરૂપિ-અદ્વિતીય અનુપમ પરમાત્મ તત્વને કેમ જોઈ શકાય! જ્યારે અપૂર્વ સામ્ય સેવનથી અનુપમ અનુભવ જાગશે ત્યારે જ અતીન્દ્રિય તત્વનું યથાર્થ ભાન થશે. તે વિના કેવલ અક્ષરમય લીપી, વાણી, કે મનવાળી રૂપીદષ્ટિથી અરૂપી એવા શુદ્ધ આત્મતત્વનું યથાર્થ ભાન થઈ શ. કવાનું નહિ. કાર્યાથીએ કાયાનુકૂલ કારણેનું સેવન કરવું જ જોઈએ. તે વિના ઈષ્ટકાર્ય સિદ્ધિજ નથી. માટે શુદ્ધ આત્મતત્વના કામી પુરૂષે નિર્દઢ (સર્વ કલેશરહિત શુદ્ધ) અનુભવ માટે પ્રયત્ન કરે.
૭. સુષુપ્તિ, શયન, જાગર અને ઉજાગર એ ચાર દશાઓ શાસ્ત્રમાં વર્ણવી છે. તેમાં પ્રબલ મેહના ઉદયવલી પ્રથમ દશા તથા વિવિધ કલ્પનાવાલી (સવિકલ્પક) શયન અને જાગર દશા આ અનુભવ જ્ઞાનમાં ઘટી શકે નહિ, તેમાં તે સમસ્ત વિકલ્પની વિશ્રાન્તિ શાન્તિરૂપ નિવિકલ્પ થી ઉજાગર દશાજ હેવી ઘટે છે.