________________
૭૨ શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જો. अर्वाक् सर्वापि सामग्री, श्रांतेव परितिष्ठति ॥ विपाकः कर्मणः कार्य, पर्यंत मनुधावति ॥६॥ असाव चरमावर्ते, धर्म हरति पश्यतः ॥ चरमावर्ति साधोस्तु, छलमन्विष्य हृष्यति ॥ ७॥ साम्यं बिभर्ति यः कर्म, विपाकं हृदि चिंतयन् ॥ स एव स्याच्चिदानन्द, मकरन्द मधुव्रतः ॥ ८॥
! યાર્થ ૧. સર્વે જગજંતુઓ ઉદિત કર્યાનુસારે જ સુખ દુઃખ પામે છે, એવું સમજનારા મુનિ દુઃખને પામીને દીન થતા નથી તેમ સુખને પામીને ચકિત થતા નથી. મુનિ સમજે છે કે જગત્ માત્ર કર્મ વિપાકને પરવશ છે.
૨. જેમની ભકુટી ફરતાં પર્વતને પણ ભુકે થઈ જાય એવા ભૂપને વિષમકર્મ યુગે ભિક્ષા સરખી પણ મળતી નથી. દેવ વિપરીત છતે મોટા ભૂપાલને પણ પેટ ભરવાને ફાંફાં મારવાં પડે છે.
૩. ઉત્તમ જાતિ અને ચતુરાઈ રહિત છતાં અત્યંત અનુકુલ કર્મને ક્ષણવારમાં રાંક પણ એક છત્ર રાજ્ય પામે છે. પ્રબલ પુન્યને ઉદય થયે છતે ભીખારી જે માણસ પણ વિશાલ રાજ્યવાલે રાજા થઈ પડે છે.
૪. કર્મની રચના ઉંટના બરડાની જેવી વાંકી જ છે કેમકે,