________________
ક્રિયાક્રમ,
૩૫
ક્રિયા કરવી પડે છે, જેમ તેલવાટ વિગેરે અનુકુલ સાધન વિના દીવા ખલી શકતા નથી, ફક્ત તેલવાટ વગેરે હાંચે ત્યાં સુ ધીજ દીવા ખલી પછી ઓલવાઇ જાય છે, તેમ જ્ઞાનીને પણુ અનુકુલ ક્રિયા કર્યા વિના ચાલતુ નથી. જેમ જલના રસ જલથી ન્યારા રહેતાજ નથી તેમ સત્યપરમાર્થિક જ્ઞાન પણ તદનુકુલ ક્રિયા વિનાનું હોતુંજ નથી. સંપૂર્ણ જ્ઞાની પણ સ્થાનુકુલ ક્રિયા કરેજ છે, તે સપૂર્ણ જ્ઞાની થવા ઇચ્છતા એવા અલ્પજ્ઞાનીનું તા કહેવુંજ શું ?
૪. ક્રિયા કરવી તે તે બાહ્ય ભાવ છે એમ કહીને જેએ સત્ય વ્યવહારના નિષેધ કરે છે, તે મુખમાં કાળીયા નાંખ્યા વિનાજ તૃપ્તિને ઈચ્છવા જેવુ' કરે છે. જેમ જમ્યા વિના ક્ષુધા શાન્ત થતી નથી. તેમ સત્ય વ્યવહાર સેવન વિના શુદ્ધ નિશ્ચય મા પણ મલીશકતા નથી. માટે શુદ્ધ નિશ્ચયાર્થીને વ્યવહારના અનાદર કરવા યુક્ત નથી. પણ શુદ્ધ માર્ગ માટે સત્ય વ્યવહારનુ... વિશેષે સેવન કરવું ઘટે છે.
૫. ગુણવંતનુ' બહુમાન ખની શકે તેટલુ કરવા ક તેનું નિત્ય સ્મરણ કરવા પ્રમુખ સત્ ક્રિયાથી ઉત્પન્ન થયેલા ભાવને ટકાવી રાખવા સાથે નવા ભાવને પણ પેદા કરવાનું ખની આવે છે. માટે ગુણુના અર્થીએ હંમેશાં સક્રિયાનુ આલ બન
લીધાજ કરવું.
૬. પ્રથમ અભ્યાસરુપે જે સત્ ક્રિયા કરવામાં આવે છે તેથી એવા સંસ્કાર જામી જાય છે કે તે ક્રિયા અંતે શુદ્ધ અને અસંગપણે થયા કરે છે. તેમજ કવચિત્ દૈવશાત્ પતિત થયેલાને પણ પૂલા ભાવની પ્રાપ્તિ થઇ આવે છે, પરંતુ જેએ