________________
ઇકિયપરાજયાષ્ટકમ, ૪. સંસારથી ઉદ્વેગ પામેલા છવને પણ ઈદ્રિય વિષયપાશથી બાંધી લે છે તે સંસારમાં રચ્યા પચ્યા રહેનારનું તે કહેવું જ શું? તેવાને તે તે સદા સંતાપ્યાજ કરે છે પણ મેક્ષાથી જીવને પણ લાગ મળે છોડતી નથી. કેમકે તે શોહરા જાની ચાકરીએ જ છે, માટે મોક્ષાર્થીએ તેમનાથી વધારે ચે. તતા રહેવું યુક્ત છે.
૫. ઈદ્રિય સંબંધી વિષયસુખમાં મુંઝાયેલે જીવ ધનને અથે ડુંગરની મટેડ જોવે છે પણ આત્મસમીપેજ રહેલું શાસ્વતું જ્ઞાનધન તપાસતે નથી, ખરું જોતાં વિષય વિરક્ત જીવને જ સાચું જ્ઞાનધન હાથ લાગે છે. વિષયાન્ય જીવને કામ અને અર્થ જ પ્રિય હોવાથી તેને ખરી પ્રીતિ વિના તત્વ ધન હાથ લાગતું જ નથી, માટે અનાદિની વિષયવાસના તજીને સત્ય જ્ઞાનમાં પ્રીતિ ધારવી યુક્ત છે.
૬. અધિકાર અધિક તૃષ્ણાને વધારનાર વિષય સુખમાંજ મુઢ છ મગ્ન રહે છે, પણ જ્ઞાનામૃતને આદર કરી શકતા નથી. ખરૂં છે કે ખાખરાની ખીસકેલી આંબાના રસમાં શું જાણે? અમૃત સમાન જ્ઞાન તે વિષયસુખથી વિરક્તને જ પ્રાપ્ત થઈ શકે છે.
૭. એક એક ઈદ્રિયના દેષથી, પતંગિયા, ભમરા, માંછલાં હાથી તથા હરણ દુર્દશાને પામે છે તે દુષ્ટ એવી પાંચે ઈદ્રિને પરવશ થઈ વર્તનારા મૂઢ જેનું તે કહેવું જ શું?
૮. વિવેકરૂપ કુંજરને વિદારવા કેશરીસિંહ સમાન તથા સમાધિ ધનને હરવા સાક્ષાત્ ચેર સમાન એવી ઈદ્રિયેથી