________________
આ મો જેન હિપદેશ ભાગ ૩ જે. ગુણગે શમતા આવે છે, જેથી તે શાન્ત આત્મા કોઈ પણ અપરાધીનું અંતરથી પણ અહિત કરવા ઈચ્છતું નથી. અમે તેવા અપરાધી ઉપર પણ કરુણ રસથી બની શકે તેટલે ઉપકાર કરવા ઇરછે છે.
૬. સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં અધિક સમતા રસથી ભરે લા મુનિની બરાબરી કરે એવી કોઈ પણ ચીજ દુનીયા ભરમાં દેખાતી જ નથી, સ્વયજૂરમણમાં પણ પરિમિત જેલ છે અને ઉપશાન્ત મુનિમાં તે ક્ષણે ક્ષણે સમતા રસની અભિવૃદ્ધિ થયા જ કરે છે.
૭. જેનું મન સદા સમતા અમૃતથી ભીનું જ રહે છે, તેને રાગ ભુજંગમનું ઝેર કદાપિ ચઢી શકે જ નહિ. જેના હદયમાં સમતારૂપી અમૃતની વૃષ્ટી થઈ છે તેને રાગદ્વેષાદિક બાળી શકે જ નહિ. કલુષિત મનવાલામાંજ રાગ દ્વેષાદિક દુષ્ટ વિ. કારે પ્રભવે છે.
૮. ગાજતા જ્ઞાનરૂપી હાથીઓ તથા ઉચા અને નાચતા ધ્યાન રૂપી ઘડાઓવાલી મુનિરાજની શમ સામ્રાજ્યની સંપદા સદા જયવંતિ વર્તે છે, ઉપશાત મુનિરાજને અતિ ઉત્તમ જ્ઞાન અને ધ્યાનરૂપ અનુપમ લક્ષ્મી દ્વારા શ્રેષ્ઠ અખંડ સુખ સ્વાધીને થાય છે.
તે ૭ ફંદિયાનમાષ્ટમ II बिभेषि यदि संसारा, मोक्ष प्राप्ति च कांक्षसि ॥ तदेदिय जयं कर्तुं, स्फोरय स्फार पौरुषम् ॥ १ ॥