________________
નિર્માણ અષ્ટક
૫. મેહની પ્રબળતાથી વિવિધ વિકલ્પને વશ થઈને છવ દીર્ધસંસાર પરિભ્રમણ કરે છે. જેમ ઉપરાઉપર દારુના પ્યાલા પીવાથી પરવશ થયેલા જીવ અનેક પ્રકારની કુચેષ્ટા કર્યા કરે છે તેમ મોહના પ્રબલ વેગમાં તણાતા જીવના મહા માઠા હાલ થાય છે માટે સુખના અથી જીવે મેહ મદિરાથી દૂર રહેવા સમતાને ધારી સંકલ્પ વિકલને શમાવી દેવા યત્ન કરે ચુક્ત છે. એમ કરવાથી સહજ સ્વભાવિક નિર્વિકલ્પ શાન્ત સુખની પ્રાપ્તિ થઈ શકે છે. પ્રબલ મેહને પરાધીન થયેલે પ્રાણ સ્વમમાં પણ એવું સુખ પામી શકતું નથી.
૬. આત્માનું સ્વભાવિકરૂપ તે અફટિક રત્ન જેવું નિમલ છે. પરંતુ પુગલના સંબંધથી છવ જડ જે થઈ તેમાં મુંઝાઈ જાય છે. જેમ સ્ફટિક રત્નને રાતું પીલું લીલું કે કાળું ફૂલ લગાડવાથી તે લગાડેલા કુલના પ્રસંગથી આખું રત્ન તદ્રુપજ થઈ જાય છે, તેમ જીવ પણ ઉપાધિ સંબંધથી જડ જેવું બની જાય છે. પુણ્ય પાપ રાગ દ્વેષાદિક જીવને કેવલ ઉપાધિરૂપ છે. જ્યાં સુધી જીવને તેને સંબંધ રહે છે ત્યાં સુધી તે તેનું શુદ્ધ સ્વરૂપ સંપૂર્ણ રીતે પ્રગટ કરી શકતો જ નથી પણ તેને સંપૂર્ણ વિયોગ થયે છતે આત્માનું શુદ્ધ સ્વરૂપ સહજ પ્રગટ થઈ રહે છે.
૭ મેહના ક્ષયથી સહજ આત્મસુખને સાક્ષાત્ અનુભવતાં છતાં પુલિક સુખને સાચું મિષ્ટ માનનારા લેકેની પાસે તેનું કથન કરતાં આશ્ચર્ય લાગે છે. કેમકે પુકલાનંદી જીવને આ ત્મિક સુખને સાક્ષાત અનુભવ થઈ શક્તો નથી. અને સાક્ષાત અનુભવ થયા વિના તેની પ્રતીતિ પણ આવી શકતી નથી.