________________
૧૫૦
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ જો.
તે ગુણુ સંબધી બની શકે તેટલી સમજ લેવી પણ જરૂરની છે. એમાંજ જીવનુ' ખરૂં હિત સમાયેલું છે.
66 ૧ ક્ષુદ્ર સ્વભાવવાળા અગભીર અને ઉછાંછળા હોવાથી ધર્મને સાધી શકતા નથી. તે નથી તેા કરી શકતા સ્વહિત કે નથી કરી શકતા પહિત; સ્વપરહિત સાધવાની તેનામાં ચેાગ્યતાજ નથી. તેથી સ્વપરહિત સાધવાને અક્ષુદ્ર સ્વભાવી એવે ગભીર અને ઠરેલ પ્રકૃતિવાળાજ યોગ્ય અને સમર્થ હોઈ શકે છે.
૨ હીન અંગોપાંગવાળા, નબળા સયણવાળા તથા ઇંદ્રિ ચામાં ખેાડવાળા સ્વપરહિત સાધવાને અસમર્થ હાવાથી ધર્મને અચેાગ્ય કહ્યા છે. કેમકે ધર્મ સાધવામાં તેની ખાસ અપેક્ષા રહે છે. તે વિના ધમ સાધનમાં ઘણીજ અડચણુ આવે છે. તેથી સપૂર્ણ અંગેપાંગવાળા, પાંચ ઇંદ્રિય પૂરેપુરી પામેલે અને ઉત્તમ સધયણવાળા સુંદર આકૃતિવંત પ્રાણી ધર્મને ચેગ્ય કહ્યો છે. એવી શુભ સામગ્રીવાળા જીવ શાસનની શૈાભા વધારી શકે છે અને સર્વજ્ઞ ભગવાને ભાખેલા ધર્મને સમ્યક્ પાળી શકે છે.
૩ પ્રકૃતિથીજ શાંત સ્વભાવવાળા જીવ પ્રાયઃ પાપકમાં પ્રવૃત્તિ કરતાજ નથી અને સુખે સમાગમ કરી શકાય એવા શાળા સ્વભાવને લીધે અન્ય આકળા જીવાને પણ સમાધિનું કારણ થઈ શકે છે. અથાત્ કરી પ્રકૃતિવાળા પણ શીળા સ્વભાવવાળા સજ્જનાના સમાગમથી ઠ'ડા પ્રકૃતિના થઈ જાય છે. તેથી ઠંડી પ્રકૃતિત્રાળા પ્રાણી સુખે સ્વપરહિત સાધી શકે છે પરંતુ આકળી પ્રકૃતિવાળા તેમ કરવાને અસમર્થ હોવાથી ધર્મ સાધવાને અાગ્ય કહ્યા છે.
૪ દાન વિનય અને નિર્મળ આચારને સેવનાર માણુસ