________________
૧૩૬ શ્રી જેન હિતેશ ભાગ ૨ જો.
સુમતિ–આપના પ્રતિની મારી પવિત્ર ફરજ અદા કરતાં હું કંઈ અધિક કરતી નથી. ગુણ ગ્રાહક બુદ્ધિથી જ આપને એમ ભાસતું હશે. ગમે તેમ હોય પણ આ સર્વ શ્રેયઃ સૂચકજ છે.
ચારિત્ર –પ્રાણ પ્રિયે ! ખરું કહું છું કે અંતરમાં તત્ત્વ પ્રકાશ થવાથી અને અંધ શ્રદ્ધા નષ્ટ થવાથી જાણે હું કંઈક અને પૂર્વ જીવનજ પાયે હેઉ એમ મને તે જણાય છે. હવે મને શુદ્ધ સંયમ સેવન કરવાની પૂર્ણ અભિલાષા વર્તે છે. એવી મારી ઉચ્ચ અભિલાષા સફળ થાય માટે સર્વજ્ઞ પ્રભુની કૃપા સાથે તારી સતત સહાય માગું છું.
સુમતિ–મારાથી બની શકે તે સર્વ સહાય સમર્પવા હું સેવામાં સદા તત્પર છું અને ખરા જીગરથી ઈચ્છું છું કે આ પની આવી ઉચ્ચ અભિલાષા શીઘ્ર ફળીભૂત થાઓ !
ચારિત્ર –પ્રિયે? તારી સત્સંગતિથી હું દિનપ્રતિદિન અપૂર્વ આનંદ અનુભવતે જાઉં છું તેથી મને ખાત્રી થાય છે કે મારી ઉચ્ચ અભિલાષા એક દિવસે સફળ થાશેજ! હાલ તે મને ધર્મના પવિત્ર અંગભૂત અવશિષ્ટ રહેલા તપનું સ્વરૂપ જાણવાની પ્રબળ ઈરછા વર્તે છે. તેથી તેનું કઈક વિશેષ સ્વરૂપ સમજાવીને સમાધાન કરવું ઘટે છે.
સુમતિ–જેથી પૂર્વ સંચિત કર્મમળ દગ્ધ થઈને ક્ષય પામે તેનું નામ તપ છે. અનાદિ અજ્ઞાનના વેગથી વિવિધ વિષયમાં ભટકતા મનને અને ઈદ્રિયને નિરોધ કરી સહજ સવભાવમાં સ્થિત થાવું તે જ ખરા તપ છે. તે તપના ૬ બાહ્ય “ અને ૬ અત્યંતર મળીને ૧૨ ભેદ છે, જે ખાસ લક્ષમાં રાખવા જેવા છે. આત્મ વિશુદ્ધિ કરવાના કામી જનેને તે સર્વે