________________
સુમતિ અને ચારિત્રરાજન સુખદાયક સંવાદ, ૧૨૯ ચાર કહે કે કદાગ્રહને તજીને કેઈકજ તેને યથાર્થ આદર કતા હશે. બહેળે ભાગ તે ગતાનગતિક હેવાથી સ્વમુલાચારને જ વળગી રહેવામાં સાર માને છે. એવા બાપડા અજ્ઞાન લેકે શુદ્ધ દેવને કયારે ઓળખી શકશે ? તેમને તે ઓળખાવે પણ કેણુ? ખરેખર તે બાપડ હતભાગ્ય છે. તેથી જ તેઓ એવી કરૂણાજનક સ્થિતિમાં પડયા રહે છે. હવે શુદ્ધ ગુરૂનું સ્વરૂપ કહા. - સુમતિ-જે અહિંસાદિક પાંચ મહાવતેને ધારણ કરી રાત્રીભેજન સર્વથા તજે છે, નિઃસ્પૃહપણે અન્ય ગ્ય અધિકારી જનેને ધર્મોપદેશ દે છે, રાયને અને રંકને સમાન લેખે છે, નારીને નાગણ તુલ્ય લેખી દૂર તજે છે, સુવર્ણ અને પથ્થરને સમાન લેખે છે, નિંદા-સ્તુતિ સાંભળીને મનમાં હર્ષ-શેક લાવતા નથી, ચંદ્રની જેવા શીતળ સ્વભાવી છે, સાયરની જેવા ગંભીર છે, મેરૂની જેવા નિશ્ચળ છે, ભારંડની જેવા પ્રમાદ રહિત છે, અને કમળની જેવા નિર્લેપ છે; જેથી રાગ દ્વેષ અને મોહાદિક અંતરંગ શત્રુઓને જીતવાને પૂર્વોક્ત મહાદેવના વચનાનુસાર પુરૂષાર્થ ફેરવ્યા કરે છે. એવા પ્રવાહણની જેમ સ્વારને તારવા સમર્થ સદ્ગુરૂ હોય છે, એવા શુદ્ધ ગુરૂમહારાજનું મેક્ષાર્થી જનેએ અવશ્ય શરણ લેવું એગ્ય છે.
ચારિત્ર –અહે પ્રાણવલ્લુભા! સુમતિ ! સલ્લુરૂનું આવું ય થાર્થ સ્વરૂપ સાંભળીને લાંબા વખતને લાગુ પડેલ મારે મદ– જવર શાન્ત થઈ ગયા છે. હવે મારાં પડળ ખુલ્યાં. શુદ્ધ ચારિત્ર પાત્ર સદ્દગુરૂ આવાજ હેય તે યથાર્થ જાણવાથી મારે આગલે ભ્રમ ભાગી ગયા છે, અને હું હવે ખુલે ખુલ્લું કહી દઉં છું -