________________
સુમતિ અને ચારિત્રરાજના મુખદાયક સવાદ
૧૨૯
મેદરકારીથી આદરતાજ નથી તે કદાપિ સત્ય ચારિત્રના અધિકારી થઈ શકતાજ નથી. પરંતુ તેના ચેગ્ય આદર કરનારા તા તેના અનુક્રમે અધિકારી થઈ શકે છેજ. માટે કદાપિ તેમાં બેદરકારી કરવીજ નહિ.
ચારિત્ર॰——ઉપરના સઉપાયને સેન્યામાદ આત્માને શુ શુ' કરવું' અવશિષ્ટ (બાકી) રહે છે ? અને ઉક્ત ઉપાયથી - ત્માને શો સાક્ષાત્ લાભ થાય છે?
સુમતિ––ઉક્ત ઉપાયના યથાર્થ સેવન કર્યા બાદ પણ આમાને કરવાનું બહુજ બાકી રહે છે. આથી તેા હૃદય-ભૂમિકાની શુદ્ધિ થાય છે. હૃદય ચોખ્ખું-સ્વચ્છ થયા બાદ તેમાં ચારિત્ર ગુણના આધારભૂત સવિવેક પ્રગટે છે. આ સદ્વિવેકનું બીજી નામ સમકિત યા તત્ત્વશ્રદ્ધા છે. હૃદય-ભૂમિ શુદ્ધ થયા બાદજ તેમાં ચારિત્ર-મહેલના સવિવેક ચા સમકિત રૂપી પાયા ન ખાય છે. તેના વિના ચારિત્રમહેલ ટકી શકતાજ નથી.
ચારિત્ર——ઉકત રીતે હૃદય શુદ્ધિ કર્યાબાદ જ સદ્વિવેક યા સમકિત પામવુ* ઈષ્ટ છે, તેનું સ્વરૂપ અને લક્ષણ જાણવાની મને અભિલાષા થઇ છે, તેથી પ્રથમ સક્ષેપ માત્ર તેનુ સ્વરૂપ અને લક્ષણ કથન કરી.
સુમતિ-- સદસદ્વિવેચન વિવેક: ' તત્ત્વાતત્ત્વની જેવર્ડ યથાર્થ સમજ પડે, ગુણ, દેષ, હિતાહિત, કૃત્યાકૃત્ય, ભઠ્યા. ભક્ષ્ય, અને પેયાપેય વિગેરેની જેથી યથાય આળખાણ થાય, દેવ, ગુરૂ અને ધર્મ સંબધી જેથી સપૂર્ણ નિશ્ચય થાય, તેવા નિર્ણય–નિર્ધાર કર્યાબાદ ખાટી ખાખતમાં કદાપિ મુઝાવાય નહિ અને સત્ય વસ્તુની ખાતર પ્રાણુ અર્પણ કરવા પણ તૈયાર થવાય;