________________
૧૨૨ શ્રી જૈન હિતોપદેશ ભાગ ૨ એ. પણ આંધળી છે, માટે મોક્ષાર્થી જનેએ તે બંનેની સાથેજ સહાય લેવી જોઈએ.
ચારિત્ર –હવે મને સમજાયું કે કેવળ લૂખી કથની માત્રથી કાર્ય સરવાનું નથી. જ્યારે કથની પ્રમાણે સરસ કરણી થશે ત્યારે જ કલ્યાણ થવાનું છે.
સુમતિ--આપની આવી સહેતુક શ્રદ્ધાથી હું બહુ ખુશી થાઉં છું, અને ઈચ્છું છું કે આપને બતાવેલ ઉપાયક્રમ હવે સફળતાને પામશે. પરંતુ કુમતિને સંગ સર્વથા વારવાને અને અક્ષય સુખના અવંધ્ય કારણભૂત સત્ય ચારિત્ર ધર્મની યેગ્યતા પામવાને જે ઉપાય કમ મેં આપને વાત્સલ્ય ભાવથી બતા. જે છે તેને પૂર્ણ પ્રીતીથી આદર કરવામાં આપ લગાર પણ આળસ કરશે નહિં એવી મારી વિનંતિ છે.
ચારિત્ર–મારાજ સ્વાર્થની ખાતર કેવળ પરમાર્થ દવે બતાવેલા સત્યમાર્ગથી હું હવે ચુકીશ નહિ, તું પણ તેમાં સહાયભૂત થયા કરશે તે તે માર્ગનું સેવન કરવું મને બહુ સુલટું પડશે. 1 સુમતિ–આપને સમયોચિત સહાય કરવી એ મારી પવિત્ર ફરજ છે, એમ હું અંતઃકરણથી લખું છું, તેથી હું સમયે ચિત સહાય કરતી રહીશ.
ચારિત્ર –જયારે તું મારે માટે આટલી બધી લાગણી ધરાવે છે ત્યારે હું હવેથી સન્માર્ગ સેવનમાં પ્રમાદ નહિ કરું, તારી સમયેચિત સહાય છતાં સન્માર્ગ સેવનમાં ઉપેક્ષા કરે તેના પૂરાં કમનસીબજ.
સુમતિ-આપને બતાવેલે સન્માર્ગ સેવનને ક્રમ જેઓ