________________
પણ ગુઆણાથી શુહભાવે અપવાદ-ભાગનું સેવન કરનાર પ્રાણીને ઉત્સગ–માગ ન પાળી શકવાની અશક્તિ, આસક્તિ કે પિતાની માનસિક, વાચિક, કયિક નિર્બલતા ખ્યાલમાં રહે છે, અને સતત પશ્ચાત્તાપના બળે વારંવાર અતિચાર આચરવાના ફળરૂપે નિદવસ પરિણામ ન થઈ જાય, તેનું
ધ્યાન રહે છે, તથા પ્રાપ્ત વિવેક-શકિતનો સદુપગ થાય છે.
ખરેખર વિચારશુદ્ધિની દઢતા સમ્યકત્વનું સૂચક ચિહ્ન છે, આ હેતુ આ પુસ્તિકાથી સિદ્ધ થશે, એમ મારું નમ્ર મંતવ્ય છે.
વળી આ પુસ્તિકામાં બતાવાએલ સંયમની મર્યાદા, નિયમ અને પટ્ટો વગેરે વાંચી કે એમ ન સમજી લે કે- આ કાળે આવું તે વળી કોણ પાળી શકે? કે પાળતું હશે?” આજે પણ ઘણા સાધુ-સાધ્વીઓ ગુરુકુળ-વાસમાં રહી યોગ્ય રીતે ગુરુગમથી આવન-શિક્ષા પામી પ્રભુમાર્ગની સારી આરાધના કરી રહેલ છે.
વળી પંચમ-કાલમાં બકુશ-કુશીલ ચારિત્રની સત્તા પરમોપકારી તીર્થંકર ભગવંતોએ નિશેલી છે, એટલે કે શાસ્ત્રીય-મર્યાદાઓને ઉપયાગપૂર્વક અમલમાં મૂકવા છતાં શરીરશક્તિ, સહાનબલ. માનસિક-વૃતિ આદિની કાલભલે થએલ હાનિના કારણે જાયે-અજાણ્ય, અશક્તિ કે આસક્તિના ગે અમુક દે તે લાગે જ.
.