________________
=
૬૨]
દેવદર્શન અન્ય દર્શનેમાં કૃતિઓ જુદું કહે છે અને સ્મૃતિઓ વળી તેથી જુદું કહે છે. પરસ્પર પણ એકેને ય મેળ નથી. તેઓએ માનેલા મુનિઓમાંથી પણ એક પણ મુનિનું વચન એક સરખું નથી. કપિલ મુનિનું કહેવું જુદું છે. ગૌતમ મુનિ એથી જુદું જ કહે છે. પતંજલિમુનિનું કથન વલી એથી પણ ભિન્ન છે. એમ પરસ્પર કેઈના પણ વચનને મેળ નથી. જ્યારે જનશાસનમાં સર્વ મુનિઓનું વચન એક સરખું છે. તેમજ સર્વ શાસ્ત્ર અને સિદ્ધાન્તની એક વાક્યતા છે. કઈ પણ સ્થળે પરસ્પર કે પૂર્વાપર વિરોધ નથી. જે વિરોધ આવે છે તે પણ માત્ર પાઠાન્તર પૂરતે કે વાચનાન્તરોના કારણે છે. સર્વ તાત્વિક વાતેમાં તે સમાનતા છે. વિષમતાના પ્રસંગે તત્વ કેવલીને ભળાવ્યું છે. એવા નિષ્કલંક આગમાં કહેલી વાતને અન્યની સાથે સરખાવવી, તે શું અમૃતને જ વિષની સાથે સરખાવવા તુલ્ય નથી? શ્રીજિનેશ્વરના અતિશયની વાતમાં પ્રાચીનમાં પ્રાચીનથી લઈને આધુનિકમાં આધુનિક સર્વશાસ્ત્રો અને શાસ્ત્રાનુસારી સર્વ મુનિઓ સમ્મત છે. તેથી અતિશયેની વાત કલ્પિત નથી પણ એને કલ્પિત કહેનારાએની વાતે જ કલ્પિત છે. આમ હોવા છતાં પણ શાસ્ત્રસિદ્ધ વસ્તુઓને કલ્પિત કહેવી એમાં સમસ્ત શાસ્ત્રો અને સમસ્ત મુનિજનેનું હડહડતું અપમાન છે. અનંતા તીર્થકરદેવની અવજ્ઞા છે. મિથ્યાત્વનો કારમે ઉદય છે. અધ્યાત્મવિદ્યા અને તેની પ્રક્રિયાનું કારમું અજ્ઞાન છે. આત્મબળ અને તેને વિકસાવનાર આરાધનાનો સદંતર અવિશ્વાસ અને ઉપહાસ છે–