________________
[ ૬૧
દેવાધિદેવના-અતિશયો જલ્લૌષધિ, અને સંન્નિશ્રોતેલબ્ધિ ચારણ તથા આશીવિષ વિગેરે લબ્ધિઓ મનુષ્યને હોય છે. કિન્તુ દેવેને હોતી નથી. શ્રીજિનેશ્વરદેવના આત્માઓ અનેક ભવની શુભ આરાધનાએના પ્રતાપે છેલ્લાભરમાં જન્મથી જ બાહ્ય અશ્વેતર અનેક અતિશયેને ધારણ કરનારા હોય છે. તેમાં તેમનું શરીર બળ પણ ઉપરોક્ત કથન મુજબ અપરિમિત બલવાળું હોય છે અને એજ કારણે જન્મના પ્રથમ દિવસે પણ એક જનના નાળચાવાળા તથા પચીસ યોજન પ્રમાણ મોટા એવા એક કોડને સાઠ લાખ (૧,૬૦,૦૦,૦૦૦) કળશે વડે મેરગિરિ ઉપર ઈન્દ્રાદિક દેવડે તેઓનો જન્માભિષેક કરાય છે, તે પણ તેઓને લેશમાત્ર પણ શ્રમ કે ખેદ ઉત્પન્ન થતું નથી. ભગવાન મહાવીરપરમાત્માના જન્મ મહોત્સવ સમયે ઈન્દ્રને શંકા થઈ હતી કે નાના શરીરવાળા આ ભગવાન આટલા મોટા જલના ભારને કેમ સહન કરી શકશે ? એ શંકાનું નિવારણ કરવા માટે ભગવાને ડાબા પગના અંગૂઠાવડે મેરૂગિરિના શિખરને સામાન્ય રીતે દબાવ્યું હતું કે જેના પરિણામે સમસ્ત પર્વત કંપી ગયો હતો, પૃથ્વી હાલી ગઈ હતી અને સમુદ્ર પણ ક્ષોભાયમાન થઈ ગયા હતા.
કેટલાકે મેરૂના આ પ્રકમ્પની વાતને વિષ્ણુએ ઉપાડેલા ગોવર્ધન પર્વતની સાથે કે તેવી જ બીજી અતિશયોક્તિ ભરેલી વાતેની સાથે સરખાવે છે, તેઓએ સમજવું જોઈએ કે જિનેશ્વરના અતુલ બલની વાત યુક્તિ, અનુભવ અને આગમ. એ ત્રણે પ્રમાણથી જેવી રીતે સિદ્ધ છે તેવી રીતે અન્યત્ર નથી. “ શ્રત વિમિન્ના સ્કૃતક મિત્ર ! નૈ મુનિર્ચસ્ટ વો ૧ મિન્નમ્ ”