________________
૫૦ ]
દેવદર્શન | સર્વચન અને સન્ક્રિયા વડે વિશ્વત્રયની પીડાના નાશક હે નાથ ! આપને જ એક નમસ્કાર થાઓ. (સર્વ જીવોના કષ્ટને નાશ કરનાર હોય તેજ એક વન્દનીય છે, બીજા નહિ) ભૂપીઠના નિર્મળ અલંકાર તુલ્ય અથવા ક્ષિતિ–પૃથ્વી તલ– પાતાલ અમલ–સ્વર્ગ એમ ત્રણ ભુવનના ભૂષણભૂત હે સ્વામિ ! આપને જ એક નમસ્કાર છે. (નિર્મળ જ્ઞાન અને ચારિત્રથી યુક્ત હોય તેજ નમસ્કરણીય છે, બીજા નહિ.) ત્રણ લેકના પ્રકૃદનાથ! હે ઈશ! આપને જ એક નમસ્કાર છે. (ત્રણ લોકનું ત્રાણ–રક્ષણ કરવા સમર્થ હોય તેજ એક વન્દનીય છે, બીજા નહિ.) સંસારસાગરનું શોષણ કરનાર છે જિન ! આપને જ એક નમસ્કાર થાઓ. (દુરન્ત સંસારસાગરનું જેઓ શેષણ કરનાર છે તેઓ જ વન્દનીય છે, બીજા નહિ.) (૩) " यो विश्वं वेद वेद्यं जननजलनिर्भङ्गिनः पारदृश्वा, पौर्वापर्याऽविरुद्धं वचनमनुपम, निष्कलङ्कं यदीयम् । तं वन्दे साधुवन्धं सकलगुणनिधिं ध्वस्तरोषद्विषन्तम् , યુદ્ધ વ વર્ધમાન રાતનો રાવે વા રિા વા છા”
જેમણે રેય એવા વિશ્વને જાણ્યું છે, જેઓ જન્મરૂપી સમુદ્રની લહરીના પારદષ્ટા છે, જેમનું વચન-આગમ અનુપમ, કલંકરહિત અને પૂર્વાપરવિરોધ રહિત છે, જે સાધુપુરૂષને વન્દનીય છે, જે સકલ ગુણના નિધાન છે અને ક્રોધ રૂપી શત્રુના વિનાશક છે. તે નામથી બુદ્ધ, વદ્ધમાન, બ્રહ્મા કૃષ્ણ કે મહાદેવ ગમે તે હો. તેને હું વન્દન કરું છું. (૪)