________________
શુદ્ધ દેવનું લક્ષણ
[ ૨૩
જેમના સઘળાય દાષા નાશ પામ્યા છે અને સઘળાય
ગુડ્ડા જેમનામાં રહેલા છે તે નામથી બ્રહ્મા, વિષ્ણુ, હર– મહાદેવ કે જિન જે કેાઇ હાય તેને નમસ્કાર થાશે. ૫
बन्धुर्न नः स भगवान् रिपवोऽपि नान्ये,
tr
साक्षान्न दृष्टचर एकतमोऽपि चैषाम् । श्रुत्वा वचः सुचरितं च पृथग् विशेषम्,
वीरं गुणातिशयलोलतया श्रिताः स्म ||६|| " તે ભગવાન મહાવીર સ્વામીજી કાંઈ અમારા અન્ધુ નથી કે અન્યદેવા અમારા શત્રુ નથી તેમજ આ દેવામાંથી એક પણ દેવનું અમે સાક્ષાત્ દર્શન પણ કર્યું નથી. પરન્તુ વચન-આગમ અને સુચરિત્ર-પવિત્રઆચરણને વિશેષરૂપેભિન્નભિન્ન રીતિએ સાંભળ્યા માદ એક મહાવીર પરમાત્માને જ ગુણના અતિશયની લયલીનતાથી અમે દેવ તરીકે સ્વીકાર્યો છે.
શંકર, બ્રહ્મા અને વિષ્ણુ સર્વજ્ઞ પણ નથી અને વીતરાગ પણ નથી. કારણ કે તેએ પ્રાકૃત મનુષ્યા કરતાં પણ અતિ અસમંજસ-અનુચિત ચેષ્ટાઓને કરનારા છે, સ્ત્રીનેા સંગ તેઓના કામને કહે છે, આયુષના સંગ્રહ તેઓના દ્વેષને કહે છે, જપમાલાદિ તેઓના અજ્ઞાનને જણાવે છે અને કમંડલુ તેઓના અશાચને દર્શાવે છે. રૂદ્રને ગારી, બ્રહ્માને સાવિત્રી, વિષ્ણુને લક્ષ્મી, ઇન્દ્રને શચી, સૂર્ય ને રત્નાદેવી, ચન્દ્રને રાહિણી, બૃહસ્પતિને તારા, અગ્નિને સ્વાહા, કામને રતિ અને શ્રાદ્ધ્દેવતાને મેણું એ રીતે સઘળા દેવા સ્ત્રીઓ સહિત છે. સઘળાને શસ્ત્રોના સમ્પર્ક છે તથા સઘળાઓને માહનું વિલસિત હયાત છે. એ પ્રકારના ઢવાના સમૂહને દેવની પદવીના સ્પર્શે પણ કચાંથી હાય ?