________________
૨૪ ]
દેવદર્શન - બુદ્ધમાં પણ દેવત્વ નથી. અરણ કે તે અજ્ઞાન છે. અજ્ઞાન વિના શુન્યવાદની પ્રરૂપણું કેવી રીતે થઈ શકે? શૂન્યવાદ જે પ્રમાણસિદ્ધ હોય તે પ્રમાણુનું અસ્તિત્વ સાબીત થવાથી શૂન્યવાદની વાત ફેગટ થઈ જાય છે અને જે પ્રમાણસિદ્ધ નથી તે પ્રમાણ વિનાની શૂન્યવાદની સિદ્ધિને કેણ
સ્વીકારે? અથવા પ્રમાણુ વિના જેમ શુન્યવાદ સિદ્ધ થાય, તેમ એથી વિપરીત અશન્યવાદ પણ કેમ સિદ્ધ ન થાય? સર્વથા સર્વ પદાર્થોને વિષે ક્ષણિકપણું માનવું એમાં પણ બુદ્ધની અજ્ઞાનતા જાહેર થાય છે, સર્વથા ક્ષણિકવાદમાં સાધકને ફલની સાથે સંબંધ કેવી રીતે થાય? વધ કરનાર વધનો હેતુ કેવી રીતે બને? સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનને વ્યવહાર પણ કેવી રીતે સુઘટ થાય? કૃમિથી ભરેલી પોતાની કાયાને નીચે પડી વાઘણને અર્પણ કરનાર બુદ્ધમાં દેયદેયનો વિવેક પણ ક્યાં છે? અને દયા પણ ક્યાં છે? પોતાના જન્મ
૧–બુદ્ધ દેવની આ દયાને કેટલાક માણસે ભગવાન શ્રી શાંતિનાથ પ્રભુની દયા સાથે સરખાવવા પ્રયાસ કરે છે તેઓએ સમજવું જોઈએ કે ભગવાન શ્રી શાંતિનાથના જીવનું મેઘરથ રાજાના ભાવમાં પારેવાની રક્ષા ખાતર શરીરનું દાન, એ એક શરણાગત નિર્બળ અને નિરપરાધી જ્યના જીવનની રક્ષા માટે છે. જ્યારે બુદ્ધ દેવનું વાઘણને દાન એ કેઈની રક્ષા માટે નથી કિન્તુ એક હિંસક અને દુષ્ટ શુદ્વારા નિષ્ણ
જન ઉત્તમ એવા મનુષ્ય દેહનો નાશ કરવાનું અવિચારી જત્ય છે. મેઘરથ રાજાનું કાર્ય વિવેકપૂર્ણ ક્ષાત્ર ધર્મને છાજનું અને સ્થાની નિર્મળ ભાવનાથી ભરેલું છે. જ્યારે બુદેવ ક્રાઈ અવિવેકી, નિષ્ફળ અને દયાના મિણ વેશથી ભરપૂર છે.