________________
વિપૂજનની અગત્યતા.
[ ૧૧ ધારણ કરનારા, શું નથી હોતા હેય જ છે. એવાઓના પાપે જેમ સદાચારાદિ ત્યાજ્ય નથી તેમ દેવપૂજા પણ ત્યાજ્ય નથી. ધર્માચરણ કરનારા પ્રત્યેક આત્મા શુદ્ધ જ હેય એ દાવો સર્વત્ર અશુદ્ધિથી ભરેલા આ સંસારમાં કયી રીતે થઈ શકે? જ્યાં જ્યાં અશુદ્ધિ હોય ત્યાં ત્યાંથી તેને દૂર કરવા પ્રયાસ કરવા જોઈએ અને પ્રયાસ કરવા છતાં જ્યાં દૂર ન થાય ત્યાં ભવસ્થિતિનો વિચાર કરી ચિત્તનું સમાધાન કરી લેવું જોઈએ એજ સજજનગણને યેગ્ય છે.
શાસ્ત્રકારોએ એટલા માટે દેવપૂજનાદિ સન્ક્રિયા કરનારા આત્માઓના બે વિભાગ પાડી દીધા છે. એક ચરમાવસ્તી અને બીજા અચરમાવત્તી. જેઓને સંસારપરિજમણુકાળ એક પુદગલ પરાવર્તથી અધિક નથી,તે ચરમાવસ્તી છે. તેઓને અપુનર્બન્ધક, માર્ગાભિમુખ, માર્ગાનુસારી અને માર્ગપતિત આદિશબ્દોથી સંબોધ્યા છે. જેઓને સંસારપરિભ્રમણકાળ એક પુદ્ગલપરાવર્તથી અધિક છે તેઓ અચરમાવતી કહેવાય છે. તેઓની સલ્કિયા શાસ્ત્રકારેએ વખાણ નથી. કિન્તુ ચરમાવર્તામાં રહેલા આત્માઓનું દેવગુરૂપૂજનાદિ પ્રશંસનીય ગણ્યું છે. શુક્લ પક્ષની દ્વિતીયાના ચન્દ્રમાની જેમ ચરમાવર્તમાં રહેલા આત્માઓની સલ્કિયા ઉત્તરોત્તર અધિકને અધિક નિર્મલતાને સાધી આપનારી થાય છે. દેવપૂજનના વિધાનનું સમર્થન કરતાં શાસ્ત્રકાર પરમર્ષિઓ ફરમાવે છે કે
"पुष्पैश्च बलिना चैव, वस्त्रैः स्तोत्रैश्च शोभनैः।
देवानां पूजनं क्षेयं, शौचश्रद्धासमन्वितम् ॥ १॥"