________________
૧૨ ]
દેવદર્શન જાઈ કેતકી આદિ સુંદર પુષ્પ, પકવાન્ન ફળાદિ બલિ, વસ્ત્ર અને તે વડે શોચ અને શ્રદ્ધાથી યુક્ત બનીને દેવ પૂજન કરવું જોઈએ. શૈાચ શબ્દથી શરીરશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ લેવી તથા શ્રદ્ધા શબ્દથી અંતરંગ બહુમાન અને આદર લેવાં. " अविशेषेण सर्वेषा,-मधिमुक्तिवशेन वा। गृहिणां माननीया यत् , सर्वे देवा महात्मनाम् ॥२॥"
સામાન્ય વૃત્તિથી સર્વ પારગત, સુગત, હરિ, હર, હિરણ્યગર્ભ આદિ અથવા જેને જે દેવ વિષે અતિશય શ્રદ્ધા હોય તે દેવની પૂજા કરવી જોઈએ. કારણ કે મતિહથી જ્યાં સુધી એક વિશિષ્ટ દેવને નિર્ણય ન થયો હોય ત્યાંસુધી પરલેક પ્રધાન સંગ્રહસ્થાને સર્વદેવો માનનીય-આદર આપવા લાયક છે. "सर्वान्देवान्नमस्यन्ति, नैकं देवं समाश्रिताः। વિનિયા ગિતોવા, દુષ્યતિતાિ સે રૂા
જેઓને કોઈ એક દેવતાનો વિશેષ નિર્ણય થયું નથી તેઓ સર્વ દેવતાને નમસ્કાર કરે છે અને ઈન્દ્રિય તથા કષા ઉપર વિજય મેળવનારા તેઓ નરકપાતાદિ દુર્ગમહાકષ્ટોને તરી જાય છે.
અહીં એ શંકા થાય કે લેકમાં જેટલા દેવ તરીકે ગણાય છે, તે બધા કાંઈ મુક્તિને પામેલા નથી કે મુક્તિમાર્ગને અનુકૂલ આચરણ કરનારા પણ નથી તે પછી તે બધાને નમસ્કાર કેવી રીતે થઈ શકે? તેને ઉત્તર આપતાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે