________________
દેવદરીન
૧૦ ] આત્મા ભૂતકાળમાં સદાચારી કે તપસ્વી બની શક્યો નથી, વર્તમાનમાં બનતો નથી અને આગામી કાળમાં બની શકવાને નથી. જેઓ દેવપૂજનના માર્ગને અવગણે છે, તેઓ સન્મુખ આવતી સદાચાર અને તારૂપી લક્ષ્મીને હાથમાં લાકડી લઈને હાંકી કાઢવા પ્રયાસ કરે છે અને એ જ કારણે જેટલી જરૂર શાસ્ત્રકારોએ જીવનમાં સદાચાર અને તપને સ્થાન આપવાની ગણી છે તેટલી જ કે તેથી પણ અધિક જરૂર દેવ ગુરૂના પૂજનને સ્થાન આપવાની ગણી છે.
કેટલાકનું એમ કહેવું છે કે દેવપૂજા ઉપર આટલે બધા ભાર મૂકવાથી દેવપૂજા કરનારમાં માયાને પ્રવેશ થાય છે. તેઓ શીલ અને સદાચારનું પાલન કરતા નથી કિન્તુ એક દેવપૂજા કરી પોતાને કૃતકૃત્ય માને છે અને પદ્ધ વ્યવહારમાં દેવપૂજા નહિ કરનારા કરતાં પણ અધમ જીવન જીવે છે. આ વાતમાં કેટલો સત્યાંશ છે તેનું માપ કાઢવું છઘોથી અશક્ય છે તે પણ જો તેમ થતું હોય તે તેનું કારણ તેમની દેવપૂજા નથી કિન્તુ બીજી અનેક અશુદ્વિઓ છે. દેવપૂજા શા માટે કરવાની છે એ સમજણનો અભાવ એમાં મુખ્ય છે અને કેટલાકમાં એ સમજણ હોય છે તે પણ અતિસ્વાર્થલેલુપતા, પુગલાનંદિતા, બહુલકમિતા, ભવાનિન્દિતા અને અચરમાવર્તિતા વિગેરે કારણેથી તેમની જીવનશુદ્ધિ થતી નથી. એ વાત જેમ દેવપૂજા માટે લાગુ પડે છે તેમ સદાચાર તપ કે કોઈપણ સદ્દગુણ માટે લાગુ પડે છે. દંભથી જેમ દેવપૂજા કરનારા હોય છે તેમ સદાચારનું પાલન કરનારા, તપનું સેવન કરનારા કે ક્ષમાદિ મુને