________________
દેવપૂજનની અગત્યતા.
T: ૯ સુધી આવતાં નવીન કર્મોનું રોકાણ અને પ્રાચીન કર્મોને ક્ષય પણ ન થાય એ સહજ છે અને એ ન થાય ત્યાં સુધી જીવનું ભવભ્રમણ અટકે નહિકિન્તુ અધિકાધિક વેગપૂર્વક અનંતકાલ સુધી ચાલ્યા કરે એમાં આશ્ચર્ય નથી. એ સઘળી આપત્તિને અંત આણવા સૌથી પ્રથમ અને સૌ કેઈ સહેલાઈથી આચરી શકે તેવું સાધન કેઈ પણ હોય તે તે દેવગુરૂનું પૂજન છે અને તેમાં પણ દેવની પૂજા મુખ્ય છે. એ પૂજન કરવામાં સદાચારનું સર્વોત્કૃષ્ટ પાલન, તપનું ઉત્કૃષ્ટ સેવન તથા સદાચાર અને તપનું સેવન કરીને તેના સર્વોત્કૃષ્ટ ફળ તરીકે મુક્તિને મેળવવાને ભાવ રહેલો છે.
જે કે દેવની પૂજા કરનાર દરેક વ્યક્તિને દેવપૂજાના પ્રારંભમાં જ એ ભાવ રહેલો કે પ્રગટેલે હેય છે એ નિયમ નથી તે પણ જગતમાં એ પૂજનને પ્રચાર કરનાર અને એને પ્રથમ ઉપદેશનાર મહર્ષિઓને આશય અને હેતુ એ સિવાય બીજો કોઈ નથી. પોતાની અજ્ઞાનતા, સ્વાર્થલુપતા કે બીજી અધમતાના કારણે એ પૂજન કરનારા પણ એ ભાવને ધારણ કરનારા ન હોય કિન્તુ એથી વિપરીત ભાવને પણ ધારણ કરનારા હોય એ બનાવાયોગ્ય છે કિન્તુ એ દોષ તેમને પોતાને છે પણ પૂજનને પવિત્ર માર્ગ બતાવનારને નથી. સદાચાર અને તપના સેવન સિવાય કઈ પણ આત્માની મુક્તિ પૂર્વે થઈ નથી વર્તમાનમાં થતી નથી કે ભવિષ્યમાં થવાની નથી, એ વાત જેટલી સત્ય છે, તેટલી જ સત્ય વાત એ પણ છે કે સદાચારી અને તપસ્વીની સેવાભક્તિ અને બહુમાનાદિમાં પ્રવર્યા સિવાય કોઈ પણ