________________
દેવદર્શીત સબંધી શકા—સમાધાન
| ૧૮૯ પ્રાપ્તિ થાય છે. લૈાકિક લની કામના અન્ત:કરણના શુભ પરિણામના નાશ કરે છે, શુભ પરિણામના નાશથી કર્મના બંધ થાય છે અને કર્મબન્ધથી સર્વ અકલ્યાણની પ્રાપ્તિ થાય છે. એ કારણે શ્રીજિનમતમાં સઘળી ધર્મક્રિયાના આશય–પ્રધાન હેતુ અંત:કરણના શુભ પરિણામની વૃદ્ધિ અને અશુભ પરિણામના નાશ કરવાના છે અને એજ એક આશયે સઘળી ધર્મક્રિયા કરવાની છે. શંકા-દેવદર્શનથી શુભ પરિણામની વૃદ્ધિ કેવી રીતે થાય ? સમાધાન—શ્રી જિનમતમાં દેવ તરીકે અષ્ટાદશાષરહિત, પરમગુણુપ્રક વાન, અચિત્ત્વશક્તિયુક્ત, પરા - રસિક, Àલેાક્યનાયક શ્રી જિનેશ્વરદેવ છે. તેમની મૂર્તિનાં દર્શનાદિ કરવાથી નેત્રની સફલતા, ચિત્તની પ્રસન્નતા, અંત:કરણની તુષ્ટિ અને શુભભાવની વૃદ્ધિ આદિ અવશ્ય થાય છે. શુભભાવની વૃદ્ધિથી કર્મ ક્ષય અને કર્મ ક્ષયથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. શંકા—મૃત્તિનાં દર્શનથી દેવનાં દન કર્યા જેટલેા સ’તેાષ
માનવા, એ શું ઘટિત છે ?
સમાધાન—શ્રી જિનમતમાં દેવની ભક્તિ કરવા માટે દેવની મૂત્તિનું જ આલેખન પ્રધાનપણે લેવાનું ફરમાવ્યું છે. દેવમૂર્ત્તિના આલેખન વિના દેવની ભક્તિ કરવાનું કાર્ય સર્વક્ષેત્ર અને સર્વ કાળમાં અશકયવત્ બને છે. જેએ દેવની મૂર્ત્તિને માનતા નથી, તેઓ દેવની વિદ્યમાનતા સિવાયના ક્ષેત્રમાં અને કાળમાં દેવની ભક્તિ કરવા માટે અસમર્થ અને છે.