________________
૧૮૮ ]
દેવદર્શન
શાસ્ત્રકારોએ અનનુષ્ઠાન-અનુષ્ઠાન નથી એમ કહ્યું છે. આલેક પરલેાકમાં લબ્ધિ કીર્ત્તિ આદિ તથા દ્રિવ્ય લાગસુખાદિ મેળવવાની કામનાથી જે ક્રિયા થાય છે તેમાં આશય અતિ તુચ્છ અને મલિન હાવાથી તે સદ્ઘિયા મનતી નથી. એવા મલિન આશયવાળાની ક્રિયા કેવળ નિષ્ફળ જ નથી કિન્તુ વિપરીતલને આપનારી પણ થાય છે. કારણ કે તેમાં કલ્પતરૂ, ચિંતામણિ અને કામધેનુથી પણ અધિક મહિમાવાળા ધર્મને અતિ તુચ્છ કીર્ત્તિ આદિ માત્રના હેતુ તરીકે પવામાં આવે છે. એ કલ્પના મહાન એવા ધર્મમાં અલ્પપણાના બાધ કરાવનાર હાવાથી અસત્ય અને ભ્રાન્ત છે: એટલું જ નહિ પરન્તુ ધર્મ પ્રત્યે લઘુતાઅનાદરભાવ ઉત્પન્ન કરાવી અતિ તીવ્ર અશુભકર્મના અંધના હેતુ થાય છે.૧ શકા—દેવદર્શનાદિ ધર્મક્રિયા કયા આશયથી કરવી જોઇએ ? સમાધાન—દેવદર્શનાદિ ધર્મક્રિયા કરવાના પ્રધાન આશય
અંત:કરણની શુદ્ધિ કરવાના છે. અંત:કરણની શુદ્ધિથી કર્મક્ષય થાય છે અને કર્મક્ષયથી સકલ કલ્યાણની
૧–કીર્ત્તિ આદિની સ્પૃહાથી ધર્મ કરવા એ કેવળ અશુભ માટે જ છે, તેા પણ ધર્મ માટે-ધર્મીમાં જોડવા માટે ધમ કરનારની કાર્ત્તિ, પ્રશંસા, દાન, સન્માન, સ્તુતિ અને ભક્તિ આદિ કરવાં એ અશુભ માટે નથી, એ યાદ રાખવું જોઇએ. પૌદ્દગલિક લાભ માટે ધર્માં કરવાના નથી તે પશુ ધર્મ કરવાથી પૌલિક લાભ પણ મળે છે, એમ કહેવામાં લેશ પણ દોષ કે ભ્રાન્તિ નથી. કારણકે એથી ધર્માંની લઘુતા થતી નથી. કિન્તુ એક પ્રકારે મહત્તા જ પ્રતિષ્ઠિત થાય છે.